ઝારખંડ/ CM હેમંત સોરેનની સોરેનની થઇ શકે છે ધરપકડ,ગૃહ વિભાગે પોલીસને એલર્ટના આપ્યા આદેશ

ઝારખંડના રાજકારણમાં બુધવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કથિત જમીન કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે સામસામે આવી રહ્યા છે

Top Stories India
2 2 5 CM હેમંત સોરેનની સોરેનની થઇ શકે છે ધરપકડ,ગૃહ વિભાગે પોલીસને એલર્ટના આપ્યા આદેશ

ઝારખંડના રાજકારણમાં બુધવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કથિત જમીન કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે સામસામે આવી રહ્યા છે. સોમવારે દિલ્હીના મુખ્યમંત્રીના આવાસ પર EDના દરોડા અને લગભગ 40 કલાક સુધી મુખ્યમંત્રી ‘ગૂમ’ રહ્યા બાદ રાજકીય તાપમાન વધુ તીવ્ર બન્યું છે. EDનો દાવો છે કે દરોડા દરમિયાન સોરેનના ઘરેથી 36 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. EDના દાવા બાદ સોરેનની ધરપકડની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને મંગળવારે બપોરે અને મોડી સાંજે ફરીથી સહયોગી પક્ષોના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યોની બેઠકમાં હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી. એવું માનવામાં આવે છે કે જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉભી થાય તો હેમંત સોરેન તેમની પત્ની કલ્પનાને સીએમ બનાવી શકે છે. જો કે, તેમના માટે આમ કરવું સહેલું નહીં હોય. હેમંત સોરેનની ભાભી સીતા સોરેન કલ્પનાના નામ પર સહમત નથી. આવી સ્થિતિમાં એક તરફ હેમંત સોરેન ધરપકડને લઈને ચિંતિત છે તો બીજી તરફ પરિવારમાં બળવો થવાનો પણ ડર છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ઝારખંડના ધારાસભ્યોને મળવાનો સમય આપ્યો છે. આ બેઠક રાત્રે 9 થી 9:30 દરમિયાન યોજાશે.ઝારખંડના તમામ જિલ્લાઓમાં પોલીસને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ વિભાગે સૂચના આપી છે કે તમામ જિલ્લા પોલીસને એલર્ટના નિર્દેશ આપવામાં આવ્યા છે.