મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
શાળા-કૉલેજ ખુલવા અંગે મોટા સમાચાર
રાજ્યમાં તબક્કાવાર ખુલી શકે છે શાળા-કૉલેજ
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન
CM ના નેતૃત્વમાં મળશે હાઈ પાવર કમિટીની બેઠક
બેઠક બાદ શાળા-કૉલેજ શરૂ કરવા લેવાશે નિર્ણય
કોરોનાની મહામારીને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત કહી શકાય તે શિક્ષણ ક્ષેત્રમાં શાળા-કોલેજોમાં વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે સુધી કે શિક્ષણ મંત્રી પણ નિર્ણય લેવા માટે દ્વિધા અનુભવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.દિવાળી બાદ શરૂ થવા માટેની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ શૈક્ષણિક સત્ર કોરોનાની વકરતી પરિસ્થિતિની વચ્ચે શરૂ થઈ શક્યુ નથી ત્યારે હવે શાળાઓ ખુલશે કે નહીં તે અંગે સામાન્ય નાગરિક થી માંડીને શિક્ષણ મંત્રી સૌ કોઈ અવઢવમાં છે. વાલીઓ સરકારને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા માટે માંગ કરી રહ્યા છે. તેવામાં હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ પણ શાળાઓ ખોલવા અંગેના નિવેદનો વારંવાર બદલી રહ્યા છે.આજરોજ શાળાઓ ખોલવા બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે હાઇ પાવર કમિટીના નિર્ણય બાદ શાળાઓ ખુલશે. ક્યારે શાળા ખોલવી તે બાબતે શિક્ષણ મંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે તેવું નિવેદન આપ્યું હતું.
Arvalli / કોરોના ઇન્જેક્શન મામલે વિવાદિત ઓડિયો વાયરલ, ઈન્જેકશન બારોબાર…
એક તરફથી શાળાઓ ખોલવા કે ન ખોલવા અંગે સરકારે ઝડપી નિર્ણય લેવા વાલીઓએ અપીલ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 3 દિવસ અગાઉ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઇ વિચારણા નહીં. માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઇ નિર્ણય નહીં. યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઇ ચર્ચા નહીં.પરંતુ આજે તેઓ એ ફરી એક વખત નિવેદન ફેરવી તોળ્યું છે.
Vadodara / બ્રેઈન ડેડ બાળકી સાત વ્યક્તિઓમાં જીવશે જિંદગી, આટલા અંગો કર્…
ઉચ્ચ શૈક્ષણિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય તેવી શક્યતા છે. નવા સત્રથી જ શાળા શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું માનવું છે. એવી શક્યતાઓ છે કે એપ્રિલ મહિના સુધી શાળા શરૂ કરી શકાશે નહીં. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન માટે વાલીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા કરી રહી છે. આગામી સમયમાં 9થી 12ની પરીક્ષાને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. શાળાઓ શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે.
Gandhinagar / સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…