Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નળકાંઠા વિસ્તારની સિંચાઈ યોજનાની સમીક્ષા કરી હતી. સીએમએ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-૧ કેનાલની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ 39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. હાલમાં ચાલી રહેલી ફેઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 16 ડેમ હાઈએલર્ટ, ભારે વરસાદથી છલકાવાની શક્યતા
આ પણ વાંચો: સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે થઇ ઠગાઇ
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી વખતે અટકેલા ફેરફારો શરૂઃ સામાન્ય વહીવટી વિભાગમાં બદલીથી ખળભળાટ