મુલાકાત/ CM રૂપાણી પહોંચ્યા જૂનાગઢ, કોરોનાની કામગીરીની કરશે સમીક્ષા, જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક

રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી સક્રિયતાથી એક બાદ એક શહેરોની મુલાકાત તો લઇ રહ્યા છે.અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કરછ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ  કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી

Top Stories Gujarat
Untitled 28 CM રૂપાણી પહોંચ્યા જૂનાગઢ, કોરોનાની કામગીરીની કરશે સમીક્ષા, જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક

રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી સક્રિયતાથી એક બાદ એક શહેરોની મુલાકાતો લઇ રહ્યા છે.અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કરછ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ  કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે જૂનાગઢ પહોંચ્યા છે.મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો  આજે જૂનાગઢ  કલેક્ટર કચેરી ખાતે  ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક કરશે તેમજ તબીબો, સ્થાનિક વહીવટી તંત્ર સાથે કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ચર્ચા વિચારણા કરશે તેમજ,  કોરોના કાબુમાં લેવા આપશે માર્ગદર્શન પુરુ પાડશે.જૂનાગઢની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ને યથા યોગ્ય સારવાર મળી રહે તે માટે આ બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે સોરઠ પંથકમાં કોરોના સંક્રમણ ઘટાડવા આ અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

કોરોના  પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે  મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી  માર્ગદર્શન અને નિર્ણયો  કરવાનું નક્કી  કરાયું છે.જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કરછ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.

majboor str 2 CM રૂપાણી પહોંચ્યા જૂનાગઢ, કોરોનાની કામગીરીની કરશે સમીક્ષા, જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક