Election/ CM રૂપાણીએ કોરોનાને આપી મ્હાત, રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે. ત્યારે CM વિજયભાઇ રૂપાણી મતદાન કરવા કરવા રાજકોટ પહોંચશે.

Rajkot Gujarat
અલ્પેશ 4 CM રૂપાણીએ કોરોનાને આપી મ્હાત, રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન
  • CM રૂપાણીએ કોરોનાને આપી મ્હાત
  • રૂપાણીનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો
  • યુ.એન મહેતા હોસ્પિટલથી જશે રાજકોટ
  • 4 વાગે હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ
  • 5 વાગે રાજકોટમાં કરશે મતદાન
  • CM વિજય રૂપાણી કરશે મતદાન,
  • રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન,
  • CM રૂપાણી રાજકોટ જવા રવાના,
  • યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી થયા રવાના

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે. ત્યારે CM વિજયભાઇ રૂપાણી મતદાન કરવા રાજકોટ પહોંચશે. આપને જણાવી દઇએ કે, CM રૂપાણીએ કોરોનાને મ્હાત આપી છે. CM રૂપાણીનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

Election / રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ

આ પહેલા CM વિજયભાઈ રૂપાણીનો સોમવારનાં રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જો કે આજે તેમનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારે 4 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેઓ રાજકોટ ખાતે પહોંચશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Election / અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.

Election: અલ્પેશ ઠાકોરે કર્યો મતાધિકારનો ઉપયોગ, કહ્યુ-તમામ મનપામાં થશે ભાજપનો કબ્જો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ