જેએનયુમાં થયેલી હિંસા અંગે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી અને શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા મુંબઈમાં 26/11 ના હુમલા જેવી હતી. તેમણે માસ્ક પહેરીને આવેલા હુમલાખોરોને લઇને કહ્યું છે કે, જેએનયુ પર જેણે પણ હુમલો કર્યો છે તે અને માસ્ક પહેરીને કોણ આવ્યુ, તે દેશ સમક્ષ આવવું જોઈએ. તેઓ કહે છે કે, જો આપણા યુવક-યુવતી કેમ્પસમાં સલામત નથી તો તે દેશ માટે કલંક છે. તેમણે કહ્યું કે, દેશનાં યુવાનોને વિશ્વાસમાં લેવાની જરૂર છે.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં યુવાનોને કહ્યું છે કે, તેઓ રાજ્યમાં સંપૂર્ણ સલામત છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં એવી કોઈ ઘટના સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં યુવાનોમાં ભયનું વાતાવરણ છે. બધાએ સાથે મળીને યુવાનોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે, જેએનયુ પર હુમલો કરનારા લોકો કાયર છે. આવા કાયરને ટેકો આપી શકાય નહી. તેમણે કહ્યું કે ટીવી પર જોયા પછી જેએનયુ એ તેમને 26/11 નાં આતંકી હુમલાની યાદ અપાવી.
આપને જણાવી દઇએ કે, અગાઉ ઉદ્ધવ ઠાકરે એ જામિયા યુનિવર્સિટીની ઘટનાને જલિયાવાલા બાગ સાથે સરખાવી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, જામિયા મીલીયા ઇસ્લામિયામાં જે બન્યું તે જલિયાવાલા બાગ જેવું છે. વિદ્યાર્થીઓ ‘યુથ બોમ્બ’ જેવા છે. તેથી, અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ વિદ્યાર્થીઓની સાથે આવુ વર્તે નહી. અગાઉ શિવસેનાએ નાગરિકતા સુધારો અધિનિયમ 2019 અંગે રાષ્ટ્રપતિને મળવા માટે જતા વિપક્ષી દળોની પ્રતિનિધિમંડળનો હિસ્સો બનવાનો ઇનકાર કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.