દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. ગુજરાત માં પણ સરકાર દ્વારા વેક્સીનેશનની પ્રક્રિયાને વધારે તેજ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.સીએમનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કોરોના રસી લઇ લીધી છે. રાજ્યનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષે પણ કોરોનાની રસી લઇ લીધી છે.
મહત્ત્વનું છે કે, સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને લોકોને મહામારીમાં વોલિન્ટિયર તરીકે જોડાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ દેશ અને ગુજરાત કોવિડ-19ની સામે ઝઝૂમી રહેલ છે અને કોવિડ-19ની મહામારીનો સામનો કરવા માટે ઘણા લોકો આગળ આવી રહ્યાં છે. તો આવો, આ મહામારીની સામે લડવા વોલન્ટિયર તરીકે જોડાવા સૌને ગુજરાત સરકાર અપીલ કરે છે.
https://twitter.com/vijayrupanibjp/status/1384709444706070529?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1384709444706070529%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.news18.com%2Fnews%2Fgujarat%2Fnorth-gujarat-gandhinagar-gujarat-cm-vijay-rupani-corona-vaccine-covid-19-kp-1089883.html
રાજ્યમાં અત્યાર સુધી એક કરોડ 5 લાખ 90 હજાર 594 લોકોએ રસી લીધી છે. જેમાં 90 લાખ 34 હજાર 309 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 15 લાખ 56 હજાર 285 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.
આ પણ વાંચો : હદ થઇ હવે તો, હોસ્પિટલમાં બેડ ખાલી ન મળતા દર્દી ઘરેથી બેડ લઈને આવ્યો
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો :ખેડા જિલ્લાના કપડવંજમાં પોલીસ- ટોળા વચ્ચે થયું ધીંગાણું, પાંચ ટીયરગેસના સેલ છોડાયા
હાલ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કે ભીડમાં ભેગા થવાનું ટાળવું, માસ્ક અવશ્ય લગાવવું અને વેક્સીનનો ડોઝ બાકી હોય તેવોએ લઇ લેવો.કોરોનાથી બચવા માટે તે તકેદારી સારામાં સારું શસ્ત્ર છે.
આ પણ વાંચો : રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી,મુખ્ય સચિવ સહિતને નોટિસ ફટકારી