ગુજરાત/ ઊના પંથકમાં વાવાઝોડા બાદ નાળીયેરનાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી તેના કારણે કલાકોમાં બાગાયતી પાકનો વિનાશ વેર્યો હોય તેમ 90 ટકાથી વધુ નાળીયેરીનાં બગીચામાં ઝાડ ઝડમૂડ માંથી નિકળી ગયા હોય જેના લીધે ઊના પંથકમાં નાળીયેરીની અછત સર્જાતા હાલ નાળીયરનો ભાવ રૂ. 50 પર પોહચી ગયો છે. 

Gujarat Others
1 317 ઊના પંથકમાં વાવાઝોડા બાદ નાળીયેરનાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો

@કાર્તિક વાઝા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી તેના કારણે કલાકોમાં બાગાયતી પાકનો વિનાશ વેર્યો હોય તેમ 90 ટકાથી વધુ નાળીયેરીનાં બગીચામાં ઝાડ ઝડમૂડમાંથી નિકળી ગયા હોય જેના લીધે ઊના પંથકમાં નાળીયેરીની અછત સર્જાતા હાલ નાળીયરનો ભાવ રૂ. 50 પર પહોંચી ગયો છે. નાળીયેરનો વ્યવસાય કરતા વેપારીઓ પણ મુંઝવણમાં મૂકાઇ ગયા છે, કેમ કે રોજીંદી બજારની જરૂરીયાત પુરતા નાળીયેર આવતા નથી. અને બહાર ગામથી નાળીયેર મંગાવવા પડે છે. તેથી કિંમત વધી જાય છે. જે ગ્રાહકોને પરવડતી નથી અને વેચાણમાં વ્યાપક ઘટાડો થતો જાય છે.

જાહેરનામું: રાજકોટમાં વેક્સિન નહીં લેનારને કોરોનાનો રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત, કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ

આવી જ પરિસ્થિતી રહેશે તો ધંધો બંધ કરવાનો વખત આવશે. તેવું નાળીયેરનાં વેપારીઓનું કહેવું છે. ઊના પંથકનાં દેલવાડા, અંજાર, કોઠારી, વાંસોજ, નાંદણ સહિતનાં અનેક ગામો નાળીયેરીનું ઘર કહેવાય છે. આ વિસ્તારમાં નાળીયેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં નાળીયેર ઉના પંથકમાંથી જાય છે. પરંતુ તાઉતે વાવાઝોડાએ બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા આ વિસ્તારમાં ગણ્યા ગાંઠ્યા નાળીયેરીનાં ઝાડ જોવા મળી રહ્યા છે. તેથી ના છુટકે નાળીયેરીનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ બહાર ગામ જેવા કે ચોરવાડ, માંગરોળ વિસ્તારમાં નાળીયેર લેવા જવું પડતુ હોય જેના કારણે વાવાઝોડા પહેલા ઉના પંથકમાં રૂ. 15 માં વહેચાતું નાળીયેર આજે રૂ. 50 માં વહેચાય છે. આમ ત્રણ ગણા ભાવ વધવાથી વેપાર પણ 40 થી 50 ટકા ઘટી ગયો છે. અને નાળીયેર પીવુ એ ગ્રાહકોને પરવડતુ ન હોવાથી સ્ટોક પડતર રહે છે. વેપારીઓને આર્થિક રીતે ન પોસાતુ હોય તેવી ફરીયાદ વેપારીઓ માંથી ઉઠવા પામેલ  છે. બીજી તરફ એક સમયે 1982 નાં વાવાઝોડા ઉનામાં ફક્ત 4 રેકડીઓમાં નાળીયેર વહેચાતા હતા. અને સમય જતાં નાળીયેરીનું વાવેતર વધતા આજે 74 રેકડીમાં નાળીયેર વહેચાતા હોય પણ વાવાઝોડાનાં લીધે નાળીયેર ઉપલબ્ધ ન હોવાથી હાલ 10 થી 12 રેકડીમાં નાળીયેરનો વ્યવસાય થઇ રહ્યો છે.

નિષ્ક્રિય તંત્ર, લાચાર પ્રજા: શું આ તબીબ શૈક્ષણિક લાયકાત ધરાવે છે ? ખુલ્લા આકાશ નીચે ગંદકીના ઢગ વચ્ચે સારવાર કેટલી યોગ્ય ?

આવી પરિસ્થિતી એકાદ માસ સુધી ચાલશે ત્યાર બાદ નાળીયેરનો વેપાર કેમ કરવો તેવા પ્રશ્નો ઉભા થશે. સરકારે બાગાયતી પાક માટે જે પેકેજ જાહેર કર્યુ છે. તે નહીંવત હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યાં છે. હાલની પરિસ્થિતી પર નજર કરવામાં આવે તો ઉના તાલુકામાં બાગાયતી પાક આવનાર 10 વર્ષ સુધી ઉભો થઇ શક્શે નહી જેના કારણે લીલા નાળીયેર અને કેસર કેરીનું સ્વાદ લોકોએ માણવો મુશ્કેલ બનશે. હજુ થોડા દિવસો પહેલા એવો સમય હતો કે, સવારમાં નાળીયેરની રેકડી પર લોકોની લાઇનો જોવા મળતી અને વાવાઝોડા બાદ શહેરમાં નાળીયેરની રેકડી ઝુજ માત્રામાં જોવા મળે છે. ત્યારે હવે તો રૂ. 50 નું નાળીયેર બિમાર દર્દી જ પી શકશે. ઊના પંથકમાં નાળીયેરીનું વાવેતર વ્યાપક પ્રમાણમાં હોય અને નાળીયેરીનાં વ્યવસાય સાથે પાંચ હજાર શ્રમિકો સંકળાયેલા હોય બારે માસ તેને રોજગાર મળતો હોય અને સેંકડો પરીવાર જેના પર ગુજરાન ચલાવતા હતા. વાવાઝોડા એ નાળીયેરીનાં પાક પર વિનાશ વેરતા પાંચ હજાર જેટલા શ્રમિકો બેકાર થયા છે. હવે આવા શ્રમિકોએ બોટમાં માછીમારી વ્યવસાય તરફ વળવું પડશે તેવું શૂર સાંભળવા મળી રહ્યો છે. નાળીયેરનો પાક સંપૂર્ણ નાશ થવાના કારણે હવે નાળીયેર બહારથી મંગાવવા પડે તેવા દિવસો આવી ગયા છે. બહારથી મંગાવવા પરવડે નહીં અને બહારનાં નાળીયેરની ગુણવતા નાધેરવાસી ઓને અનુકુળ આવતી ન હોવાથી ઊના પંથકનાં નાળીયેરની મીઠાશ લાંબા સમય સુધી લોકો માણી શક્શે નહી. એક સમય એવો હતો કે નાળીયેરની રેકડી પર ગ્રાહક નાળીયેર પીવા જતો ત્યારે કહેતો કે નાળીયેર આપો ભાવ પુછતો નહી જ્યારે હવે વાવાઝોડા બાદ ગ્રાહક પહેલા નાળીયેરનો ભાવ પુછે છે અને ભાવ પુછ્યા પછી ગ્રાહક કચવાટ કરી ચાલ્યો જાય છે.

majboor str 12 ઊના પંથકમાં વાવાઝોડા બાદ નાળીયેરનાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો