આખરે રાજ્યમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે તો ગાંધીનગર અને સુરેન્દ્રનગર 14 ડિગ્રી, રાજકોટ 14.2 ડિગ્રી, અમદાવાદ 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર વધતી જશે. અમદાવાદમાં 18 નવેમ્બર બાદ વધુ ઠંડીનો અનુભવ થશે. હાલ ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, રાજકોટમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડીની શરૂઆતની આગાહી કરવામાં આવી છે હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ રહ્યા છે જેના કારણે ઠંડક અનુભવાશે.
ગઇકાલે સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 17 ડિગ્રી તો ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે જેના લીધે અમદાવાદ સહિતના શહેરોમાં લોકોને વધારે ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધારે અનુભવાઇ રહ્યો છે. અમદાવાદની જો વાત કરીએ તો તારીખ 18 નવેમ્બર બાદ શહેરમાં લોકોને વધારે ઠંડીનો અનુભવ થશે. હાલમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ તેમજ ભૂજમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા શરૂઆતમાં ઠંડીની આગાહી કરાઇ છે.. ત્યારે હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થતા લોકોને ઠંડીનો વધારે અહેસાસ થશે..
આ પણ વાંચો:girnar/ગિરનારની લીલી પરિક્રમાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી, ત્યારે તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવતા રોષ
આ પણ વાંચો:E-Memo/સુરતમાં પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી, 7 દિવસમાં 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો
આ પણ વાંચો:પ્રતિબંધ/જામનગરમાં આ સ્થળોએ ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલભેગા થશો, વાંચો કેમ?