રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુ દ્વારા રાજકોટના જિલ્લાઓની સુરક્ષાના હેતુથી કાયદાની કલમ અને સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડીને રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા, ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર રિમોટ કંટ્રોલ,માઇક્રો લાઇટ એરક્રાફટની પેરાગ્લાઈડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ જાહેરનામુ આગામી 31 ઓગસ્ટ સુધી અમલી રહેશે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાઈટલ ઇન્સ્ટોલેશન તેમ જ અગત્યની સરકારી કચેરીઓ તેમજ પ્રતિબંધિત એરીયા વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જીવાદોરી રાજકોટ ગ્રામ્ય પોલીસની છે.જે અંતર્ગત રિમોટ કંટ્રોલ આધારિત કેમેરા ડ્રોન જેવા સંસાધનોથી દેશી-વિદેશી સંગઠનો , આતંકવાદી પ્રવૃત્તિઓ કે પછી લેભાગુ તત્વો ગેરલાભ લઇને ગ્રામ્ય વિસ્તારની સુરક્ષાને હાનિ પહોંચાડવાની શક્યતા રહેલી હોય છે.આથી શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી અને રાજકોટ કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ જાહેરનામુ પોલીસ કમિશનર રાજકોટ શહેર અને રાજકોટથી હુકુમત સિવાયનો સમગ્ર રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં લાગુ પડશે.તેમજ અપવાદમાં સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોનો ઉપયોગ સંસાધનોના જાહેરનામાથી મુક્તિ આપવામાં આવે છે.જુદા જુદા કારણોસર ડ્રોનથી શૂટિંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષક કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી નીચેની લીંક ના ન હોય તેવા પોલીસ અધિકારી આપી શકશે.તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા તો ઉલ્લંઘન કરનાર કોઇ પણ વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.