Delhi News : સ્વયંભૂ બાબા મદનલાલ ઉર્ફે દાતી મહારાજ અને તેમના બે ભાઈઓ અશોક અને અર્જુન વિરૂધ્ધ બળાત્કાર,અપ્રાકૃતિક જાતીય સંબંધ અને અપરાધિક ધમકીના આરોપ નક્કી કર્યા છે.આ મામલો એક મહિલાની ફરિયાદના સંબંધમાં છે, જેણે આરોપ લગાવ્યો હતો કે દાતી મહારાજ અને તેમના ભાઈઓએ તેમના આશ્રમમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. કોર્ટ દ્વારા તપાસ કર્યા પછી દાતી મહારાજ અને તેમના ભાઈઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે, જ્યારે અન્ય એક ભાઈ અને અનિલને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.દિલ્હીની એડિશનલ સેશન જજ નેહા (સ્પેશલ ફાસ્ટ ટ્રેક કોર્ટ) એ દાતી મહારાજ ઉર્ફ મદન લાલ રાજસ્થાની અને તેમના ભાઈઓ વિરુદ્ધ IPC ની ધારા 376 (બલાત્કાર), ધારા 377 (અપ્રાકૃતિક જાતીય સંબંધ), અને ધારા 506 (અપરાધિક અધિકાર) ના અંતર્ગત આરોપો નક્કી કર્યા છે. અભિયોજન પક્ષને 18 ઓક્ટોબરના રોજ કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ મામલો 2018 માં ત્યારે દાખલ થયો જ્યારે પિડીતાએ 7 જૂનના રોજ દક્ષિણ દિલ્હીના ફતેપુર બેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પિડીતાએ દાતી મહારાજ પર દિલ્હી અને રાજસ્થાનના આશ્રમોમાં બળ્તાક્ર કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે 11 જૂન 2018 ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. મિડીયા રિપોર્ટ મુજબ પિડીતાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે 10 વર્ષથી દાતી મહારાજડની અનુયાયી હતી. 9 ફેબ્રુઆરી 2016ના રોજ તે ચરણ સેવા કરવા જાતી મહારાજ પાસે ગઈ હતી. મહારાજની એક સેવિકા શ્રધ્ધા તેને દિલ્હી સ્થિત શનિ ધામમાં લઈ ગઈ હતી. જ્યાં ચરણ સેવા કરાવવાને બહાને તેને સફેદ રંગના કપડા પહેરાવવામાં આવ્યા હતા.
બાદમાં તેને એક રૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં દાતી પહારાજ હતા જ્યાં તેમણે પિડીતાને કહ્યું હતું કે હું તને મોક્ષ અપાવીશ, સત્યનો માર્ગ બતાવીશ, તારી વાસના ખતમ કરી નાંખીશ, ત્યારબાદ તે અને તેના ભાઈઓ ચર સેવાને બહાને તેનું યૌન શોષણ કરતા રહ્યા હતા. કંટાળીને 2016માં તે આશ્રમમાંથી ભાગી ગઈ હતી. તે સમયે તે ડિપ્રેશનમાં હતી. બાદમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દિલ્હી હાઈકોર્ટે ઓક્ટોબર 2018 માં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો, કારણકે પોલીસની તપાસ પર સવાલ ઉઠાવાયા હતા. ત્યારબાદ સીબીઆઈએ 26 ઓક્ટોબર 2018 ના રોજ એક નવી એફઆઈઆર દાખલ કરી અને બાદમાં 2020માં એક સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં નવા સાક્ષીઓ અને તપાસના નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હવે દાતી મહારાજ અને તેમના ભાઈઓને કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો:તિરુપતિ લાડુ પ્રસાદમ વિવાદ પર મંદિર પ્રબંધનનું મોટું નિવેદન, ઘી સપ્લાય કંપનીએ કર્યો આ દાવો
આ પણ વાંચો:તિરુપતિ મંદિરમાં વાળના વેચાણથી 126 કરોડ, લાડુ પ્રસાદમાંથી 365 કરોડની થશે કમાણી