કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેએ 26 એપ્રિલના રોજ પંજાબના ફગવાડામાં ક્લબ કેબના રિસોર્ટમાં પરંપરાગત શૈલીમાં લગ્ન કર્યા હતા. પરંતુ પરંપરાગત રીતે કરવામાં આવેલ આ બંનેનું આ લગ્ન હવે વિવાદોમાં આવી ગયા છે અને નવા વિવાહિત દંપતી માટે મુશ્કેલી બની ગઈ છે. ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરતા સુગંધા અને સંકેતના લગ્નનો એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો જેમાં કોવિડ -19 ના નિયમો અનુસાર નક્કી કરેલી મર્યાદા કરતા વધારે લોકો આ લગ્નમાં જોવા મળે છે. લગ્નનો આ વીડિયો આ બંને માટે સમસ્યા બની ગયો છે.
કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોસલેના લગ્નના નવ દિવસ પછી તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને પર કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘનના આરોપ છે. રિપોર્ટ મુજબ સુગંધા અને સંકેતના લગ્નના વાયરલ વીડિયોઝના આધારે તપાસ કરવામાં આવી રહી છે. વેડિંગ વેન્યૂ વિરુદ્ધ પણ તપાસના સમાચાર છે.
સ્થાનિક પોલીસે નિયમોના ભંગ બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ફક્ત દુલ્હન સુગંધા અને વરરાજા સામે જ કેસ નોંધ્યો નથી, પરંતુ જ્યાં રિસોર્ટનું લગ્ન થયા છે તેના આખા મેનેજમેન્ટ અને લગ્નમાં હાજરી આપનારા તમામ લોકો સામે પણ કેસ નોંધ્યો છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ થવાના સમાચાર નથી.
પોલીસે જણાવ્યું કે વેડિંગ ફંક્શનના વાયરલ વીડિયોમાં 100થી વધુ લોકો નજરે પડે છે. સુગંધાના લગ્નના સમયે પંજાબમાં લગ્નમાં 20થી વધધુ લોકોને જમા થવાની મંજૂરી નહતી. નવા આદેશ મુજબ પંજાબમાં હવે કોઇ પણ પબ્લિક ગેધરિંગમાં 10થી વધુ લોકો જમા નથી થઈ શકતા.