Jamnagar News: જામનગર (Jamnagar) મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજી ને બેઠક પાસે આજે સવારે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને ૫૧ જેટલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવામાં આવી રહી છે. આ મેઘા ડીમોલેશનની કાર્યવાહીનું જાત નિરીક્ષણ કરવા માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી જાતે પહોંચ્યા હતા. તેઓની સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ હાજર રહ્યા હતા, અને સમગ્ર દબાણ હટાવવાની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. જામનગર શહેરમાં સરકારી જગ્યામાં કોઈપણ પ્રકારના દબાણો ચલાવી લેવામાં આવશે નહીં, અને આવા દબાણો તુરતજ તોડી પાડવામાં આવશે, તેવા નિર્ધાર સાથે જામનગરનું વહીવટી તંત્ર સખ્તાઈથી કામ કરી રહ્યું છે, અને આજે આશરે ૫૨ કરોડની કિંમતની સવા લાખ ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલી કરાવાઈ રહી છે.
આ પણ વાંચો:જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ
આ પણ વાંચો:જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ
આ પણ વાંચો:જામનગર : માઉન્ટેડ પોલીસ વિભાગમાં 3 અશ્વોના ભેદી મોત