ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગેમ્સના નવમા દિવસે એટલે કે 6ઠ્ઠી ઓગસ્ટ (શનિવારે), ભારતે કુલ 14 મેડલ જીત્યા, જેમાં ચાર ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર અને સાત બ્રોન્ઝનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ક્રિકેટ, ટેબલ ટેનિસ, બોક્સિંગ, હોકી જેવી ઈવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં પહોંચીને મેડલ જીતવાનું નિશ્ચિત કર્યું છે.
કુસ્તીમાં છ મેડલ મેળવ્યા
શનિવારે, ભારતીય કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ ગોલ્ડ અને તેટલા બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ પુરુષોની 57 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રવિ દહિયાએ ફાઈનલ મેચમાં ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે નાઈજીરીયાના ઈ. વિલ્સનને 10-0થી હરાવ્યો હતો.
રેસલર વિનેશ ફોગાટ વિશે વાત કરીએ તો, તેણે નોર્ડિક સિસ્ટમ હેઠળ આયોજિત 53 કિગ્રા વજન વર્ગની ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. બીજી તરફ, નવીને 74 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં બાય-ફોલ દ્વારા પાકિસ્તાનના મોહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય પૂજા ગેહલોત, દીપક નેહરા અને પૂજા સિહાગ પણ કુસ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
પેરા ટેબલ ટેનિસમાં ભાવિનાનો ગોલ્ડ
પેરા ટેબલ ટેનિસમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભાવિના પટેલે વિમેન્સ સિંગલ્સમાં (વર્ગ 3-5) ગોલ્ડ જ્યારે સોનલબેન મનુભાઈ પટેલે બ્રોન્ઝ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભાવિનાએ ફાઇનલમાં નાઇજિરિયાની ક્રિશ્ચિયાના ઇકપેઓઇને 12-10, 11-2, 11-9થી પરાજય આપ્યો હતો. બીજી તરફ 34 વર્ષીય સોનલબેને બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સ્યુ બેઈલીને 11-5, 11-2, 11-3થી હરાવ્યો હતો.
બોક્સિંગમાં ત્રણ બ્રોન્ઝ, ફાઇનલમાં ત્રણ ખેલાડીઓ
બોક્સિંગમાં જાસ્મીન લેમ્બોરિયા, મોહમ્મદ હુસામુદ્દીન, રોહિત ટોકસને પોતપોતાની વેઇટ કેટેગરીની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે આ ત્રણેય ખેલાડીઓ માત્ર બ્રોન્ઝ મેડલ જીતી શક્યા હતા. ભારત માટે સારી વાત એ છે કે નિખાત ઝરીન, નીતુ ગંગાસ, અમિત પંઘાલ અને સાગર અહલાવત ફાઇનલમાં પહોંચી ગયા છે, તેથી તેમનું સિલ્વર મેડલ જીતવું ઓછામાં ઓછું નિશ્ચિત છે.
લૉન બૉલ્સ અને ઍથ્લેટિક્સમાં પણ મેડલ
લૉન બોલ્સની મેન્સ ટીમ ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાએ સિલ્વર મેડલ જીત્યો. ફાઇનલમાં સુનીલ, નવનીત, ચંદન અને દિનેશની આગેવાનીવાળી ટીમને નોર્ધન આયર્લેન્ડે હાર આપી હતી. બીજી તરફ પ્રિયંકા ગોસ્વામીએ 10 કિમી વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રિયંકાએ આ અંતર 43 મિનિટ અને 38.82 સેકન્ડમાં પૂરું કર્યું હતું. તે જ સમયે, અવિનાશ મુકુંદ સાબલે 3000 મીટર સ્ટીપલચેસમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
મેડલ ટેલીમાં ભારતની સ્થિતિ
ભારતે આઠમા દિવસે કુલ 14 મેડલ જીત્યા, તેમ છતાં ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને છે. ભારત પાસે 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ છે. ઓસ્ટ્રેલિયા 59 ગોલ્ડ, 46 સિલ્વર અને 50 બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે. બીજી તરફ યજમાન ઈંગ્લેન્ડ 50 ગોલ્ડ મેડલ સાથે બીજા અને કેનેડા 22 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા નંબર પર ભારતથી એક સ્થાન ઉપર છે
ટેબલ ટેનિસમાં બે મેડલ કન્ફર્મ
ટેબલ ટેનિસમાં શરથ કમલ અને જી સાથિયાનની જોડીએ મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત, અચંત શરથ કમલ અને શ્રીજા અકુલાએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં તેમના મેડલ નિશ્ચિત કર્યા છે. જોકે, મનિકા બત્રા અને દિયા ચિતાલે વિમેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુ, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત સિંગલ્સ મેચોની સેમીફાઈનલમાં પહોંચ્યા હતા.
હોકી-ક્રિકેટમાં પણ મેડલ કન્ફર્મ
ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને ચાર રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ભારતીય ટીમ ગોલ્ડ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બીજી તરફ, ભારતની પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 3-2થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એથ્લેટિક્સમાં, ભારતીય મહિલા ટીમે 4×100 મીટર રિલે ફાઇનલમાં ક્વોલિફાય કર્યું.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલ વિજેતાઓ
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઇટલિફ્ટિંગ 61 કિગ્રા)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટ લિફ્ટિંગ 49 કિગ્રા)
4. બિંદિયારાની દેવી – સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)
5. જેરેમી લાલરિનુંગા – ગોલ્ડ મેડલ (67 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
6. અચિંત શિયુલી – ગોલ્ડ મેડલ (73 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
7. સુશીલા દેવી – સિલ્વર મેડલ (જુડો 48 કેજી)
8. વિજય કુમાર યાદવ – બ્રોન્ઝ મેડલ (જુડો 60 કેજી)
9. હરજિન્દર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 71KG)
10. મહિલા ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બોલ્સ)
11. મેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર – સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 96 કિગ્રા)
13. મિશ્ર ટીમ – સિલ્વર મેડલ (બેડમિન્ટન)
14. લવપ્રીત સિંઘ – બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109 કેજી)
15. સૌરવ ઘોષાલ – બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન – સિલ્વર મેડલ (જુડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 109+ કિગ્રા)
18. તેજસ્વિન શંકર – બ્રોન્ઝ મેડલ (ઉંચી કૂદ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ (લોંગ જમ્પ)
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
21. અંશુ મલિક – સિલ્વર મેડલ (કુસ્તી 57 કેજી)
22. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુસ્તી 65 કેજી)
23. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુસ્તી 62 કેજી)
24. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુસ્તી 86 કિગ્રા)
25. દિવ્યા કાકરાન – બ્રોન્ઝ મેડલ (કુસ્તી 68 કેજી)
26. મોહિત ગ્રેવાલ – બ્રોન્ઝ મેડલ (કુસ્તી 125 કેજી)
27. પ્રિયંકા ગોસ્વામી – સિલ્વર મેડલ (10 કિમી વોક)
28. અવિનાશ સાબલે – સિલ્વર મેડલ (સ્ટીપલચેઝ)
29. મેન્સ ટીમ – સિલ્વર મેડલ (લૉન બોલ્સ)
30. જાસ્મીન લેમ્બોરિયા – બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
31. પૂજા ગેહલોત – બ્રોન્ઝ મેડલ (કુસ્તી 50 કિગ્રા)
32. રવિ કુમાર દહિયા- ગોલ્ડ મેડલ (કુસ્તી 57KG)
33. વિનેશ ફોગટ- ગોલ્ડ મેડલ ( કુસ્તી 53 કિગ્રા)
34. નવીન- ગોલ્ડ મેડલ (કુસ્તી 74 કેજી)
35. પૂજા સિહાગ- બ્રોન્ઝ મેડલ (કુસ્તી)
36. મોહમ્મદ હુસામુદ્દીન – બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
37. દીપક નેહરા- બ્રોન્ઝ મેડલ (કુસ્તી 97 કેજી)
38. સોનલબેન પટેલ – બ્રોન્ઝ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
39. રોહિત ટોકસ- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
40. ભાવિના પટેલ- ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
ધર્મ વિશેષ / 11 કે 12 ઓગસ્ટ, રક્ષાબંધન ક્યારે છે? મૂંઝવણ દૂર કરો, રાખડી બાંધવા માટે શુભ સમય આટલો લાંબો હશે