Narmada/ ભીંડા તોડવાનાના ઝગડામાં માર મરાતા ત્રણની સામે ફરિયાદ

સાગબારા તાલુકામાં ભીંડા તોડવા જેવી બાબતને લઈને એક વ્યક્તિને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો છે. તેના પગલે માર મારનારા ત્રણની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

Gujarat
YouTube Thumbnail 9 2 ભીંડા તોડવાનાના ઝગડામાં માર મરાતા ત્રણની સામે ફરિયાદ

(વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા)

સાગબારા તાલુકામાં ભીંડા તોડવા જેવી બાબતને લઈને એક વ્યક્તિને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો છે. તેના પગલે માર મારનારા ત્રણની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સાગબારા તાલુકાના નાની દેવરુપણ નવી વસાહત ખાતે આ બનાવ બન્યો છે.

સાગબારા તાલુકાના નાની દેવરૂપણ નવી વસાહત ખાતે ભરતભાઈ હોમાભાઈ તડવીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પર લતાબેન તેજલભાઈ વસાવા અને ભીમસિંગભાઈ તેજલભાઈ વસાવાએ ઝગડો કર્યો છે. તેમા લતાબેન તેજલભાઈ વસાવાએ તેમની સાથે ભીંડા તોડવા બાબતે ઝગડો કર્યો છે અને એલફેલ શબ્દો બોલ્યા છે અને તેમની સાથેના સાથીદારોએ મને ગડદાપાટુનો માર માર્યો છે. વાસ્તવમાં તેઓએ ફક્ત ભીંડા તોડવા જેવી બાબતો અંગે મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પણ રવિતાબેન તડવી અને કેલ્લીબેન તડવી દોડી આવતા જીવલેણ હુમલામાં મારો બચાવ થયો હતો.

વાત ફક્ત ત્યાંથી પૂરી થતી નથી. ભરતભાઈ તડવીએ આ ઝગડા બાબતે ગામના આગેવાન દમણીયા ભાઈને જાણ કરવા જતા હતા તે વખતે આરોપી ભીમસિંગભાઈ તેજલભાઈ વસાવાએ લાકડી લઈને આવને ભરતફાઈ તડવીને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આના પગલે ડરી ગયેલા ભરતભાઈ તડવીએ સાગબારા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે સાગબારા પોલીસમથકે આરોપીઓએ તેમને માર માર્યો હોવાની અને તેના લીધે તેમના જીવનને ભય હોવાની ફરિયાદ નોંધાવી હતી. સાગબારા પોલીસે ભીમસિંહ તેજલાભાી વસાવા, લતાબેન તેજલાભાી વસાવા અને અનિતાબેન ભીમસિંહભાી વસાવા સામે કાયદેસર ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અહીં આશ્ચર્યની વાત એ છે કે ફરિયાદી ભરતભાઈ તડવીનું કહેવું છે કે હું જવારનો કણસ ભરેલો ટોપલો ઘરે મૂકવા ગયો હતો. તે સમયે લતાબેન તેજલાભાઈ વસાવાએ મારી પાસે આવી જણાવ્યું હતું કે અમારા વાડામાંથી ભીંડા કેમ તોડી ગયા છો. તેના જવાબમાં મેં તેમને જણાવ્યું હતું કે મેં તમારા વાડામાંથી ભીંડો તોડ્યા જ નથી અને જો તમારા વાડામાંથી મને કોઈ ભીંડા તોડતા જોયો હોય તો મને બોલાવી લાવો. આટલું કહેતા તો લતાબેન અને તેમની સાથેના લોકો મને ગમે તેમ અપશબ્દો બોલવા માંડ્યા. મારા કોઈ વાંકગુના વગર તેઓએ પહેલા અપશબ્દો બોલીને અને પછી મને મારવાનું શરૂ કર્યુ. જો લોકો મને બચાવવા આવ્યા ન હોત તો તેઓએ મારો જીવ જ લઈ લીધો હોત.


આ પણ વાંચોઃ નિવેદન/ I.N.D.I.A ગઠબંધનમાં કોઈ મતભેદ નથી, સચિન પાયલટે કહ્યું કોંગ્રેસ ચાર રાજ્યોમાં ચૂંટણી જીતશે

આ પણ વાંચોઃ Bollywood/ વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ફિલ્મ સ્ટાર્સઃ બોલિવૂડ બન્યું ક્રિકેટમય

આ પણ વાંચોઃ ટ્રેન દુર્ઘટના/ નવી દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસમાં લાગી આગ,મુસાફરોએ કૂદીને બચાવી જાન