વાડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલી ફેક ન્યૂઝે વધારી દીધી છે. જીગ્નેશ મેવાણી દ્રારા વિડીયોની હકીકતોથી અજાણતા જ સ્કુલના વિદ્યાર્થીઓને માર મારતો વાયરલ વિડીયોનું ટ્વીટ કરવામા આવ્યું હતું. જીગ્નેશે પોતાનાં ટ્વીટમાં આ વિડીયો વલસાડની RM VM શાળાનો હોવાની રજુઆત કરી હોવાનું સામે આવી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ટ્વીટ કરી વડગામનાં ધારાસભ્યએ સીધો જ આ મામલે સ્પષ્ટતા કરવાનો PM મોદીને અનુરોધ કર્યો હતો. આ વાતથી RM VM શાળાનું મેનેજમેન્ટ સફાળુ જાગ્યુ અને શાળા દ્રારા તપાસ કરવામા આવતા આ સમાચાર ખોટા હોવાની પુષ્ટી થઇ હતી. RMVM શાળા દ્રારા આ મામલામાં પોતાની શાખને ધક્કો પહોંચ્યો હોય શાળાનાં આચાર્ય દ્રારા જિગ્નેશ મેવાણી વિરૂધ્ધ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામા આવી છે.
શાળાનાં મેનેજમેન્ટ દ્રાર જણવામાં આવ્યું કે સ્કુલના વિદ્યાર્થીઓને માર મારતો વાયરલ વિડીયોનાં ફેક ન્યૂઝને જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી RM VM શાળાને બદનામ કરી છે. ત્યારે આ વિડીયો RM VM શાળાનો ન હોવાથી અને ખોટી રીતે હકીકતો જાણ્યા વિના જ વડગામનાં ધારસભ્ય દ્રારા શળાને બદનામ કરી શાળાની શાખને હાની પહોંચાડવાનું કામ કરવામા આવ્યું છે.
આમ વલસાડમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા અને ફેક ન્યૂઝ મામલે વાતાવરણ ગરમાતા અને વિવાદ વધતા મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ હટાવ્યું હતું. આ મામલો મે મહિનાનો છે. જ્યારે ટ્વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી.
જીગ્નેશ મેવાણીએ આ ઘટના સામે આવ્યા બાદ પોતાનો પક્ષ રાખ્યો હતો. મેવાણીએ કહ્યું કે, આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી માફી પણ માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ FIR ન્યાયીક પ્રક્રિયામાં ટકી શકશે નહીં. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો. તેવું જણાવી વડગામનાં ધારાસભ્ય દ્રારા સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડવાની કોશિશ કરવામા આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.