Corruption/ આ IAS વિરુદ્ધ ACBમાં ફરિયાદ, રોગી કલ્યાણ ફંડના 32 લાખના ભ્રષ્ટાચારનો આરોપ

રાજ્યમાં એક તરફ સામાન્ય જનતા ટ્રાફિક નિયમન પાલન અને માસ્ક નહિ પહેરવા બદલ જ્યાં મોટા પ્રમાણમાં દંડની વસૂલાત થાય છે ત્યાં રાજ્યના પોલીસ અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સુરેન્દ્રનગર

Gujarat
ias2 આ IAS વિરુદ્ધ ACBમાં ફરિયાદ, રોગી કલ્યાણ ફંડના 32 લાખના ભ્રષ્ટાચારનો આરોપ

રાજ્યમાં એક તરફ સામાન્ય જનતા પાસે ટ્રાફિક નિયમન પાલન અને માસ્ક નહિ પહેરવા બદલ જ્યાં મોટા પ્રમાણમાં દંડની વસૂલાત થાય છે ત્યાં રાજ્યના  અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સુરેન્દ્રનગર કલેક્ટર કે. રાજેશે સામે ACBમાં વધુ એક અરજી થઈ છે. આ વખતે ત્રીજી રેલ્વે કોલોની સ્થિત પોતાનું રહેણાંક ક્વાટર્સ ખાલી કરવા કલેક્ટરની હેસિયતથી આપેલી નોટિસ સામે આંદોલન કરનારા સફાઈ કામદાર નાગજીભાઈ શંકરભાઈ રાઠોડે કે.રાજેશે IAS તરીકે પહેલી વખત DDOનું પોસ્ટિંગ જ્યાં મેળવ્યુ હતુ તે સુરત જિલ્લાના ગેરવહિવટ સામે તપાસની માંગણી કરી છે. ૫૦ રૂપિયાના સ્ટેમ્પ સાથે ACBને લખાયેલા પત્રમાં કહેવાયુ છે કે, કે.રાજેશ સુરતમાં DDO હતા ત્યારે તેમણે રોગી કલ્યાણ સમિતિનું ફંડ પોતાના પર્સનલ મેજર એકાઉન્ટમાં તબદિલ કર્યુ હતુ.

Political / કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામું, પક્ષપાતી વલણનો આક્ષેપ

 ACBને થયેલી રજુઆતમાં કહેવાયુ છે કે, જે ઓફિસરે પોતાના કેરિયરની શરૂઆતથી જ ગેરવહિવટ કર્યો હોય તેની સામે અગાઉ સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષ ૨૦૧૧ની બેચના IAS કે.રાજેશ સામે માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ ફરિયાદો નથી ઉઠી પણ વર્ષ ૨૦૧૯ અગાઉ તેઓ જ્યાં જિલ્લા વિકાસ અધિકારી- DDO હતા ત્યાં પણ અનેક કામગીરીમાં ગેરવહિવટ કર્યાની રજૂઆતો સરકારને મળતી રહી છે. સુરતમાં તેમણે રોગી કલ્યાણ સમિતિનું ફંડ પણ છોડયુ નહોતુ, મેડિકલ ઓફિસરને તાબા હેઠળ રહેલા આ ફંડના રૂ.૩૨ લાખ પોતાના પર્સનલ મેજર એકાઉન્ટ- PLAમાં ટ્રાન્સફર કરીને ગેરવહિવટ કર્યોની વધુ એક ફરિયાદ લાંચ રૂશ્વત બ્યુરો- ACB સુધી પહોંચી છે.

Flight / વિમાની મુસાફરો માટે સારા સમાચાર, સામાન વિના મુસાફરી સસ્તી, DGCAની જાહેરાત

સરકારી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓના કલ્યાણ માટે વપરાતુ આ ફંડ જિલ્લા તબીબી અધિકારી અને ફિમેલ હેલ્થ વર્કર સુપરવાઈઝરની સહીથી સંચાલિત બેંક એકાઉન્ટને આધિન હોય છે. જો કે, વગદાર IAS કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિનો ઠરાવ કર્યા વગર જ બારોબાર પોતાના અર્થાત DDO- PLA એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરીને ગેરવહિવટ કર્યો હતો. હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાના આ ફંડથી DDO કે.રાજેશે સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૧ સોલાર રૂફ ટોપ નંખાવ્યા હતા. જે પાછળથી બંધ થઈ ગયા અને આજે પણ ધુળ ખાયા છે.

Sports / દેશની દોડપરી હિમાદાસને મળી પાંખ, સરકારે કરી પોલીસમાં DSP તરીકે નિયુક્તિ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…