બનાસકાંઠા જીલ્લામાંથી બોગસ આયુષ્યમાન કાર્ડનો વેપલો મળી આવ્યો છે. મોટા પાયે બોગs કાર્ડ બનાવવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જીલ્લાના થરાદ ખાતેથી આ રેકેટ નો સ્થાનિક ડોકટરો દ્વારા પરદા ફસ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે લાખણી માંથી બોગસ કાર્ડ બનાવતા ફરિયાદ નોંધાઇ હતી. આયુષ્યમાન યોજનાના બોગસ કાર્ડ બનાવવાની ઘટના સામે આવી હતી. આગથલા પોલીસ મથકે ફરિયાદ નોંધતા નરેન્દ્ર પટેલ અને ભરત ઠાકોર વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ
આસ્થા હોસ્પિટલમાં મિત્ર તરીકે કામ કરતા ઈસમે આ કૌભાંડ આર્ચયુ હતુ. થરાદ ટી.એચ.ઓ ને જાણ થતાં આસ્થા હોસ્પિટલનું ધ્યાન દોરવામાં આવ્યું હતુ. બન્ને ઈસમો એ 60 જેટલા બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હતા. હોસ્પિટલના ડોકટરે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરીયાદ નોંધાતા બંન્ને વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.