Not Set/ રાજ્ય અન્ન આયોગે શરૂ કરી ફરિયાદ નિવારણ હેલ્પલાઈન, જાણો

અમદાવાદ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013ની સઘન અમલવારી માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ અન્ન સલામતી કાયદાની કડક અમલવારી માટે અને લાભાર્થીને મહત્તમ લાભ મળતો થાય તે માટે ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવી છે. આ અન્ન આયોગ દ્વારા વ્યાજબીભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજનને લઈને ઉઠતી ફરિયાદોને લઈને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન […]

Top Stories Ahmedabad Gujarat Others
hlkdshkljshkjhskdshk રાજ્ય અન્ન આયોગે શરૂ કરી ફરિયાદ નિવારણ હેલ્પલાઈન, જાણો

અમદાવાદ.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013ની સઘન અમલવારી માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ અન્ન સલામતી કાયદાની કડક અમલવારી માટે અને લાભાર્થીને મહત્તમ લાભ મળતો થાય તે માટે ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવી છે. આ અન્ન આયોગ દ્વારા વ્યાજબીભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજનને લઈને ઉઠતી ફરિયાદોને લઈને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન 24 બાય 7 ચાલુ રાખવામાં આવી છે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 અન્વયે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ભાવ પ્રમાણે અનાજ ન આપવાની બાબત, અનાજ ઓછું આપવાની બાબત, લાભાર્થીને મળવાપાત્ર લાભ ન મળવા ઉપરાંત રેશનકાર્ડ ધારક લાભાર્થી, જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટરને ફરિયાદ કરી શકે છે. રૂબરૂ, ટપાલ, ઈમેઈલથી ફરિયાદ કરી શકાશે. પરંતુ લાભાર્થીઓ અધિકારીઓના નિર્ણયથી નારાજ થયા હોય તો રાજ્યકક્ષાએ ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકશે.

ગાંધીનગરમાં સીધી અપીલ કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ઉપર સંપર્ક કરી શકાશે. જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ અધિકારી કલેકટર અને રાજ્ય કક્ષાએ અધ્યક્ષ ગુજરાત રાજ્ય અન્ન આયોગ, અન્નભવન ખાતે ફરિયાદ કરી શકશે. આ માટે ઈ-મેઈલ આઈડી પર કરી શકાશે કચેરીના ટેલિફોન નંબર 0772325849052 પણ જાણી શકાશે.

ગુજરાતમાં અન્ન સલામતી કાયદા અન્વયે 3.82 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે. અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યાજબીભાવની દુકાનો પરથી અનાજનો જથ્થો આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 258.78 લાખ શહેરી વિસ્તારમાં 124.06 લાખ મળીને 382 લાખને લાભ મળે છે.

પરંતુ અવારનવાર આ અનાજના જથ્થાની ફાળવણીને લઈને ફરિયાદો ઉપસ્થિત થતી પરંતુ તેના નિવારણ માટે વૈધાનિક ઢબે નેટવર્ક હતું નહી જેને લઈને અન્ન સલામતી આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગની કામગીરીના ભાગરૂપે આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.