અમદાવાદના પૂર્વ મહિલા મેયર એવા બીજલ પટેલ પોતાના નિવેદનના કારણે હંમેશાની માટે ચર્ચામાં રહે છે, ત્યારે આ દરમિયાન તેઓએ વધુ એક નિવેદન આપ્યું છે, જેનાથી ભાજપના નેતાઓમાં પણ હડકંપ મચી ગયો છે.
બીજલ પટેલે એક નિવેદન આપતા કહ્યું કે, ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી.
હકીકતમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપની મીડિયા સેલની મીટીંગ યોજાઈ હતી, જ્યાં આ બેઠક સમાપ્ત થયા બાદ ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. પૂર્વ મેયરે કહ્યું હતું કે મીડિયા સેલમાં આવવાથી એવું માની ન લેવું કે આપણી કોર્પોરેટર તરીકેની ટિકિટની દાવેદારી જશે. તેમના આવા નિવેદનથી ભાજપમાં પણ અનેક ચર્ચાઓનો દોર શરુ થઇ ગયો છે.
બીજી તરફ અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલના આ નિવેદનથી હવે ચૂંટણીપંચ પર સવાલો ઉભા થયા છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ નિવેદનથી હવે જોવું રહ્યું કે, રાજકારણમાં કયા પ્રકારના સમીકરણો સામે આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…