New Delhi: કૉંગ્રેસ પાર્ટીએ 14 જાન્યુઆરીથી શરૂ થનારી ભારત જોડો વિશે કૉંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પત્રકારોને જણાવ્યું હતું. 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પાર્ટી નેતા જયરામ રમેશે જણાવ્યું હતું. કોંગી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં થનારી પદયાત્રાનું નામ ભારત જોડો યાત્રાના બદલે ભારત જોડો ન્યાય યાત્રા કરવામાં આવ્યું છે.
આવનારી લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી વિજય મેળવવા કોંગ્રેસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગત વર્ષ 2023માં કોંગ્રેસે 14 રાજ્યોમાં પદયાત્રા કરી હતી. જોકે, હવે નામ બદલીને 15 રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે. 14 જાન્યુઆરી થી 20 માર્ચ સુધી ચાલનારી યાત્રાનો પ્રારંભ બપોર 12:30 વાગ્યે થશે. આ ઉપરાંત, 6200 કિલોમીટરના બદલે 6700 કિલોમીટર સુધીની પદયાત્રા કરી ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા પદયાત્રાનો આરંભ કરશે. આ ભારત જોડો ન્યાય યાત્રા 110 જીલ્લાઓને કવર કરશે. તેમજ 100 લોકસભા અને 337 વિધાનસભાઓમાંથી પસાર થશે.
આ યાત્રામાં કોણ કોણ જોડાશે?
મણિપુરના ઈમ્ફાલથી શરૂ કરી મહારાષ્ટ્રના મુંબઈ સુધીની આ એક હાઈબ્રિડ યાત્રા હશે. જેમાં લોકો પગપાળા યાત્રા સાથે બસનો પણ સહારો લઈ શકશે. તે ઉપરાંત, ઈન્ડિયા ગઠબંધનના સભ્યોને યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સિવિલ સોસાયટીના સભ્યો સહિત રાજ્યોના નાના રાજકીય દળોને પણ આમંત્રણ અપાયું છે.
કયા કયા રાજ્યો આવરી લેવાયા?
પાર્ટી નેતા જયરામ રમેશના જણાવ્યા અનુસાર આ પદયાત્રા 107નો કિલોમીટરનો પ્રવાસ કરશે. જેમાં 15 રાજ્યોનો સમાવેશ કરાયો છે. ભારત જોડો ન્યાય યાત્રા મણિપુર થી મુંબઈ સુધીનો રૂટ કવર કરશે. જેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, અરૂણાચલ પ્રદેશ, ફરીથી આસામ આવી મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોને આવરી લેવાયાં છે.