Political/ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનતાને સમજાવ્યું શું છે લોકશાહી

દેશમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અપીલ કરી છે. પોતાની અપીલમાં તેમણે લોકશાહી અને વોટનું મહત્વ પણ જણાવ્યું છે.

Top Stories India
rahul ghandhi કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનતાને સમજાવ્યું શું છે લોકશાહી

દેશમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અપીલ કરી છે. પોતાની અપીલમાં તેમણે લોકશાહી અને વોટનું મહત્વ પણ જણાવ્યું છે.

આ પણ વાંચો – વાયરલ વીડિયો / અમેરિકામાં પત્રકારે મોંઘવારીના મુદ્દે સવાલ કરતાં રાષ્ટ્રપતિ બિડેન ભડક્યા,અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો

આ સાથે રાહુલ ગાંધીએ મતદારોને સતર્ક રહેવા અને તેમના મતાધિકારનું રક્ષણ કરવા હાંકલ કરી છે. તેમણે અપીલ સાથે ટોણો પણ માર્યો છે. યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય મતદાતા દિવસ પર રાહુલ ગાંધીની અપીલ મહત્વપૂર્ણ કહેવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીથી પાંચ રાજ્યોની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની શરૂઆત થઈ રહી છે. દેશમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા 25 જાન્યુઆરી 2011નાં રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે કરવામાં આવી હતી. ભારત જેવા વિશ્વનાં સૌથી મોટા લોકતંત્રમાં મતદાન સંબંધિત ઘટી રહેલા વલણને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય દેશભરનાં તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમરે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો છે. આ સંબંધમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય મતદાતા દિવસ પર રાહુલ ગાંધીની અપીલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાંચ રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. દેશમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય દેશભરનાં તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમરનાં તમામ પાત્ર મતદારોને ઓળખવાનો છે. આ ક્રમમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવે છે.