યુપીની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠીને લઈને કોંગ્રેસમાં સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, જ્યારે તેમના નજીકના સહયોગી કે.એલ શર્મા અમેઠીથી ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે. રાહુલ ગાંધી આજે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે.
અગાઉ એવા સમાચાર હતા કે પ્રિયંકા અમેઠીથી ચૂંટણી લડી શકે છે, પરંતુ સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ કે.એલ શર્માને અમેઠીથી ઉમેદવાર બનાવી શકે છે, જ્યારે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ 2004 થી 2024 સુધી રાયબરેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે હવે તે રાજ્યસભામાં ચૂંટાઈ આવી છે. રાયબરેલી રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીનો પરંપરાગત મતવિસ્તાર છે. કિશોરીલાલ શર્માને અમેઠીના ઉમેદવાર ઘોષિત કર્યા બાદ પ્રિયંકાગાંધી ટ્વીટ કરી તેમને આપી શુભેચ્છા.
અમેઠી અને રાયબરેલીને ગાંધી-નેહરુ પરિવારના પરંપરાગત વિસ્તારો માનવામાં આવે છે કારણ કે આ પરિવારના સભ્યો ઘણા દાયકાઓથી આ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી ઉત્તર પ્રદેશની આ બે બેઠકો માટે તેના ઉમેદવારોની ઔપચારિક જાહેરાત કરી નથી. આ સંદર્ભમાં જ્યારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશને પૂછ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું કે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 3 મેના રોજ બપોરે 3 વાગ્યા સુધી છે.
સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશની આ બે બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તેવી આશા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ સોનિયા ગાંધી સામે હારી ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ અમેઠીથી ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી આ સીટ પર 2019માં બીજેપીની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે જો રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવશે તો શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાના સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પણ હાજર રહી શકે છે. તેમણે કહ્યું કે ઈન્દિરા ગાંધીના નજીકના સંબંધી અને પૂર્વ કોંગ્રેસ નેતા શીલા કૌલના પૌત્રને વૈકલ્પિક ઉમેદવાર તરીકે તૈયાર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કોવિશિલ્ડ પરના હોબાળા વચ્ચે, જાણો શું કહ્યું કોવેક્સિન બનાવતી ભારત બાયોટેકે
આ પણ વાંચો:નાસાને અવકાશમાં મળી મોટી સફળતા,14 કરોડ માઇલ દૂરથી પૃથ્વીને મળ્યો સંદેશ
આ પણ વાંચો:રાજેશ ઠાકુરે દિલ્હી પોલીસને આપવામાં આવેલી નોટિસનો આપ્યો જવાબ, કહ્યું હું હેન્ડલ ઓપરેટ કરતો નથી