Not Set/ ભાજપ સરકારનું આ છેલ્લુ જુમલા બજેટ: અમિત ચાવડા

ગાંધીનગર, મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. દેશમાં મોદી સરકાર સામે આવેલા અનેક પડકારોનો સામનો કરવા માટે મોદી સરકારે આખરી અંદાજપત્રનો એક એકકો અજમાવ્યો છે. વિવિધ આંટીઘૂંટીમાં પડેલી સરકારના માથે હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે […]

Top Stories Gujarat Videos
mantavya 11 ભાજપ સરકારનું આ છેલ્લુ જુમલા બજેટ: અમિત ચાવડા

ગાંધીનગર,

મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. દેશમાં મોદી સરકાર સામે આવેલા અનેક પડકારોનો સામનો કરવા માટે મોદી સરકારે આખરી અંદાજપત્રનો એક એકકો અજમાવ્યો છે.

વિવિધ આંટીઘૂંટીમાં પડેલી સરકારના માથે હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે સરકારે એક પછી એક પતા ખોલવાના શરૂ કરી દીધા છે. સરકારે અંદાજપત્રને રજૂ કરી દરેક વર્ગના મતદારોને ખુશ કરવા કે રિઝવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલા અંશે મતદારોને રાહત અને લાભ મળે તે માટે તમામ વર્ગના મતદારોને ધ્યાનમાં રાખી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

ત્યારે આ રજૂ કરેલા બજેટ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપે વધુ એક જુમલાની જાહેરાત કરી છે. યુવાનો માટે કોઇ મહત્વની જાહેરાત નથી કરવામાં આવી.

ખેડૂતો સાથે મઝાક કરવામાં આવી રહી છે. રૂપિયાનું સતત અવમુલ્યન થઇ રહ્યુ છે. આર્થિક અસમાનતા વધી છે, દેશની 50 ટકા સંપતીનો હિસ્સો 9 ઉદ્યોગપતિના હાથમાં છે તેવું અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું અને ભાજપા સરકાર પર પ્રહારો કર્યા હતાં.

અમિત ચાવડાએ જાણાવ્યું હતું કે, 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની જાહેરાત પણ નથી કરવામાં આવી. મધ્યમ વર્ગ પણ આજે ગરીબ બન્યા છે. ભાજપ સરકારનું આ છેલ્લુ જુમલા બજેટ છે.