સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં પહેલી વખત 4 પટેલ પાવરની ગેરહાજરીમાં કોંગ્રેસ દિશાશૂન્ય જોવા મળી રહી છે. રાષ્ટ્રીયથી સ્થાનિક સ્તરે સ્વ.અહેમદ પટેલ, સ્વ.જયેશ પટેલ, સ્વ.ઇકબાલ પટેલ અને સ્વ.મહંમદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસને લીડરશીપની કમી વર્તાઈ રહી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લામાં આ વખતે કોંગ્રેસ શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગણતરીનાં કલાકો બાકી હોવા છતા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યું નથી. મેન્ડેટ વગર જ કોંગ્રેસે ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારોને ટેલિફોનિક જ જાણ કરતા શુક્રવારે કેટલીક બેઠકો પર કોંગી ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતા. રાષ્ટ્રીય નેતા કોંગ્રેસનાં ટ્રબલ શૂટર અને ચાણક્ય ગણાતા મરહુમ અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા, લોકસભાની ઉમેદવારોની પસંદગીમાં અહમ ભૂમિકા રહેતી હતી. જોકે ભરૂચનાં પનોતા પુત્રનું ગત વર્ષે કોરોનામાં નિધન થયા બાદ યોજાઈ રહેલી પહેલી ચૂંટણીની સીધી અસર ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસને પડી રહી છે. સ્વ.અહેમદ પટેલ સાથે જ જિલ્લામાંથી આ પહેલી ચૂંટણી છે જે અન્ય 3 કોંગી નેતાઓની ગેરહાજરીમાં નોંધાઇ રહી છે. જેમાં ઝાડેશ્વરનાં જ્યેશ પટેલ, વાગરાનાં પૂર્વ MLA ઇકબાલ પટેલ અને ભરૂચનાં પૂર્વ MLA મહમદ પટેલ (ફાંસીવાલા) ની ગેહાજરીની અસર કોંગ્રેસને આ ચૂંટણીમાં પડી રહી છે.
રાષ્ટ્રીય ફલકથી સ્થાનિક સ્તર સુધી પાછલા 5 વર્ષમાં કોંગ્રેસે સ્વ. અહેમદ પટેલ સહિત 4 પટેલ નેતા ગુમાવતા ભરૂચ જિલ્લામાં પક્ષ નેતાગીરીની તીવ્ર ખોટ અને દિશાસુચનનો અભાવમાંથી પસાર થઈ રહી છે. ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં આ જ કારણોને લઈ વિરોધ વંટોળ તેમજ ઉમેદવારોની પસંદગી કરવામાં પણ કોંગ્રેસને નવનેજા આવી ગયા છે. કોંગી આગેવાનો તેમજ કાર્યકરો પર અંકુશ રાખનાર, કોંગ્રેસને એકજુથ રાખનારા અને જેના નિર્ણય પથ્થરની લકીર સમાન ગણાતા હતા, એવા માનનીય અહેમદ પટેલની વિદાયથી હવે સ્થાનિક સ્તરે પક્ષમાં કોઈ સર્વગ્રાહ્ય નેતાગીરી નજરે પડતી નથી. મરહુમ અહેમદ પટેલ સાથે જ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝાડેશ્વરનાં જયેશ પટેલ, ઇકબાલ પટેલ અને મહંમદ પટેલ (ફાંસીવાલા) ની કમી પણ કોંગ્રેસ પક્ષ તેમજ કાર્યકરો અને ઉમેદવારોને વર્તાઈ રહી છે.
Gujarat: રાજકોટ ટ્રાફિક પોલીસનાં છબરડાનો રોગ UP પોલીસને લાગ્યો
Gujarat: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં FIRE સેફ્ટીનાં અભાવે 8 જેટલા જિમને કરાયા સીલ
Ahmedabad: પેટ્રોલપંપની ભાગીદારીના નામે 70.94 લાખની ઠગાઈ, પોલીસે બે ભાઈઓની કરી ધરપકડ, એક ફરાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…