Gujarat election 2022/ કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, સરકારની નિષ્ફળતા મામલે કોંગ્રેસે તૈયાર કર્યું આરોપનામું,જાણો

ગુજરાત ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે,તમામ રાજકિય પાર્ટીઓ પ્રચાર માટે કામે લાગી ગઇ છે, છેલ્લા 27 વર્ષથી રાજયમાં ભાજપની સત્તા છે

Top Stories Gujarat
4 7 કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, સરકારની નિષ્ફળતા મામલે કોંગ્રેસે તૈયાર કર્યું આરોપનામું,જાણો

ગુજરાત ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે,તમામ રાજકિય પાર્ટીઓ પ્રચાર માટે કામે લાગી ગઇ છે, છેલ્લા 27 વર્ષથી રાજયમાં ભાજપની સત્તા છે, આ વખતે કોંગ્રેસે ભાજપને હરાવવા માટે નવી રણનીતિ અપનાવી છે.કોગ્રેસે ભાજપને ઘેરવા માટે આજે તમામ સ્થળે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના શાસન અંગેનું આરોપનામું જાહેર  કર્યું છે.સત્તારૂઢ પાર્ટી નિષ્ફળ ગઇ છે તે અંગેના અહેવાલ રજૂ કરીને ઘેરવાના પ્રયત્ન કર્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલ  ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે એવામાં કોંગ્રેસે ભાજપે છેલ્લા 27 વર્ષોના લેખા જોખાનો સરવૈયું બહાર પાડિને સરકાર નિષઅફળ નિવડી છે તેેનો આરોપનામું બહાર પાડયું છે.

 ભાજપ  સરકાર પર કોંગ્રેસનું આરોપનામુ

 • મોરબી દુર્ઘટનામાં 136 લોકોના મોત થવા પાછળ સરકારની જવાબદારી
 • ગુજરાતનું દેવું વધી જતાં સરકારી આર્થિક ગેરવહીવટ
 • રાજ્યની જવાબદારીમાં વધારો
 • પેપર ફૂટવાની વારંવાર બનતી ઘટના
 • બેરોજગારીનું વધતું જતું પ્રમાણ
 • દલિત સુરક્ષા સામે સવાલ
 • ડીફોલ્ટર ની સંખ્યામાં વધારો
 • સરકારી એજન્સીમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ
 • વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ
 • કોરોના મહામારી દરમિયાન સરકારે લીધેલા બેજવાબદારી ભર્યા પગલાં
 • શિક્ષણમાં ઊતરતો ગ્રાફ
 • શૈક્ષણિક રીતે પછાત ગુજરાત
 • આવાસ પૂરતા પ્રમાણમાં ન મળવા
 • વીજળી ને લગતી સમસ્યા
 • મહિલાઓની કથળતી જતી સ્થિતિ
 • મહિલાઓ પર થતા અત્યાચાર
 • મહિલાઓ સાથે બળાત્કારની ઘટના
 • મહિલાઓની આત્મનિર્ભરતામાં ઘટાડો

કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કુલ 36 પાનાનું તહોમતનામુ તૈયાર કરવામાં આવ્યું છે. આ તહોમતનામા ના અલગ અલગ 21 મુદ્દા છે જેમાં વિગતવાર તમામ મુદ્દા અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની હાલત ની સરખામણી કરવામાં આવી છે.કોંગ્રેસ હાલ રાજ્યના વિવિધ વિસ્તારમાં પરિવર્તન યાત્રા યોજી રહ્યું છે