રાજકીય રંગ!/ રાજસ્થાનમાં પ્રચાર માટે ઉતરશે કોંગ્રેસના 40 સ્ટાર; જાણો ગુજરાતના કેટલા નામ છે સામેલ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 23 નવેમ્બરે મતદાન યોજાવાનું છે

India
રાજસ્થાન 2 રાજસ્થાનમાં પ્રચાર માટે ઉતરશે કોંગ્રેસના 40 સ્ટાર; જાણો ગુજરાતના કેટલા નામ છે સામેલ

નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધા છે. આ તમામ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં દમદાર પ્રચાર કરીને મત માંગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ હાઇકમાને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે 40 સ્ટાર પ્રચારકોના નામોની યાદી જાહેર કરી છે.

આ યાદીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ સામેલ છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શશિ થરૂર, કે.સી.વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સુખવિંદર સિંહ રંધાવા ઉપરાંત ગુજરાતના દિગ્ગજ નેતાઓના નામો પણ સામેલ છે.

અન્ય કેટલાક સ્ટાર પ્રચારક

કોંગ્રેસના સ્ટાર પ્રચારોની યાદીમાં શક્તિ સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કન્હૈયા કુમાર, રાજ બબ્બર, મધુસુદન મિસ્ત્રી, શશિ થરૂર, ગૌરવ ગોગોઈ, સુખવિંદર સિંહ સુખુ, મોહન પ્રકાશ, પ્રકાશ સિંહ બાજવા, હરીશ ચૌધરી, ચરણજીત સિંહ ચન્ની, શકીલ અહેમદ, પવન ખેરા, મહેન્દ્રજીત સિંહ માલવિયા, ગોવિંદ રામ મેઘવાલ, કાઝી નિઝામુદ્દીન, વીરેન્દ્ર સિંહ, અમૃતા ધવન, નીરજ ડાંગી, ધીરજ ગુર્જર, અમરિંદર સિંહ રાજા, બીવી શ્રીનિવાસ, નીરજ કુંદન, પ્રમોદ જૈન ભાયા, મમતા ભૂપેશના નામ પણ 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 23 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જ્યારે 5 રાજ્યોની સાથે રાજસ્થાન ચૂંટણીનું પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો- ધરપકડ બાદ પણ કેજરીવાલ જ રહેશે દિલ્હીના સીએમ, જેલમાં જ થશે કેબિનેટની બેઠક, AAPએ કરી આ જાહેરાત

આ પણ વાંચો- ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન નાગરિકોના મૃત્યુઆંક 10,000ને પાર; 4100 બાળક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.