Ahmedabad/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ મેદાનમાં, શરુ કર્યું જનસંપર્ક અભિયાન

આ સ્થિતિમાં કોંગ્રેસે હવે આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કોંગ્રેસે મોરૈયા જિલ્લા પંચાયતની સીટ માટે મટોડા ગામથી પ્રચારનો પ્રારંભ કરાયો છે.

Gujarat Others
a 259 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ મેદાનમાં, શરુ કર્યું જનસંપર્ક અભિયાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પડઘમ વાગવાની તૈયારીઓ ચાલી રહી છે અને ચૂંટણીઓની તારીખોનું એલાન થવાની છે, ત્યારે આ ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે પ્રચાર પ્રસારના શ્રીગણેશ કરાયા છે.

આ સ્થિતિમાં કોંગ્રેસે હવે આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કોંગ્રેસે મોરૈયા જિલ્લા પંચાયતની સીટ માટે મટોડા ગામથી પ્રચારનો પ્રારંભ કરાયો છે.

સોમવારે આ અભિયાનની શરૂઆત રાજીવ સાતવ અને અમિત ચાવડાએ મટોડા ગામથી કરી છે અને આ અભિયાન હેઠળ રાજ્યના દરેક મહાનગર અને ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક કરાશે.

આ અભિયાન હેઠળ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે અને રાજ્યમાં લોકોને પડી રહેલી તકલીફોને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ જનસંપર્ક અભિયાન હેઠળ રાજીવ સાતવે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો