વડોદરાના બેલગામ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આકરા નિવેદન આપ્યા છે. તેમને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી એ પોતાના માટે કોઈ એજન્સી રાખી છે તે નથી ખબર પણ દિલ્હી ની કોઈ એજન્સી રાજ્ય ના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બદલાનું કામ કરી રહી હોય એમ લાગે છે. ‘BJPના 25-30 ધારાસભ્યો સરકારથી નારાજ છે’
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘વિજયભાઈની સરકાર પર જનતા અને ધારાસભ્યોને વિશ્વાસ રહ્યો નથી. મુખ્યમંત્રી બદલવાના છે એટલે આવું થઈ રહ્યું છે. આ સ્ક્રિપ્ટ દિલ્હીથી લખાઈ છે. એકપછી એક આવા 25-30 ધારાસભ્યો બહાર આવશે. આનંદીબેનને બદલવાના હતા ત્યારે પણ આવું જ થયું થયું હતું.’
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં ઉકળતો ચરૂ છે. સરકારના મુખ્યમંત્રી કે ઉપમુખ્ય મંત્રી હોય તેમનો વહીવટીતંત્ર પર કાબુ નથી રહ્યું. તેમનું સરકારમાં કોઈ સાંભળી રહ્યુ નથી. સરકારે વિચારવાની જરૂર છે’. લોકો ની જેમ ધારાસભ્ય પણ જાહેર માં રોષ વ્યકત કરી રહ્યા છે
શિસ્ત બદ્ધ પાર્ટી ની બાંગો પોકારતી પાર્ટી ના mla જાહેર માં મીડિયા સામે સરકાર ને ચેલેન્જ કરે છે કે અધિકારી કામ નહીં કરે તો લાફા મારીશું. જાહેર માં અધિકારી ને માર મારવાની વાત કરે અને મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી પણ જવાબ આપતા નથી.
ગુજરાતમાં સામાન્ય માણસ માટે જ કાયદા લાગે છે.વડોદરા માં જાહેર તળાવ માં આટલું મોટું કન્સ્ટ્રક્શન થાય તો કઈ નહીં. જીતુભાઇ નો છોકરો પરીક્ષા માં ચોરી કરતો પકડાય તો કઈ નહીં. 1 દિવસ ના વિધાનસભા સત્ર માં ઘણા ભાજપના મિત્રો સાથે વાત થઈ ત્યારે એ લોકો એ જણાવ્યું કે અમારા કામ થતા નથી..અમારે ક્યાં જવું..?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.