આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્રની શરૂઆત થતા જ કોંગ્રેસ ના ધરા સભ્યો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. જેના પગલે ૧૫ મિનીટમાટે સત્ર બંધ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાના એક દિવસના ટૂંકા સત્રમાં પ્રારંભમાં રાજ્યપાલે ગૃહમાં સંબોધન શરુ કર્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રવચ શરુ કરતા જ વિરોધ પક્ષના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો.
ગુજરાતમાં બાળકોના મોત મામલે વિપક્ષદ્વારા ગૃહમાં ભારે હોબાળો કરવામાં અવાતા હોબાળો કર્યો હતો. કોંગ્રેસના MLA વેલમાં ધસી આવ્યા હતા. જેથી પ્રવચન ટુંકાવી રાજ્યપાલ ગૃહમાંથી બહાર નીકળી ગયા. ભારે હોબાળા વચ્ચે વિધાનસભાની કાર્યવાહી પણ મુલતવી રાખવામાં આવી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.