Not Set/ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,આજે કોરાનાના નવા 913 કેસ,13 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 13 લોકોના મોત, અત્યાર સુધીમાં કુલ 521,358 લોકોના મોત થયા છે.

Top Stories India
6 5 દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,આજે કોરાનાના નવા 913 કેસ,13 લોકોના મોત

દેશમાં કોરોનાના નવા 913 નવા કેસ નોંધાયા છે, જેનાથી કોવિડના કુલ કેસોની સંખ્યા 43, 029,044 થઈ ગઈ છે. સક્રિય કેસની વાત કરીએ તો, તે 12,597 કેસ પર  પહોચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1316 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 42,495,089 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 13 લોકોના મોત, અત્યાર સુધીમાં કુલ 521,358 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 2,84,073 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,84,70,83,279 રસીકરણ કરવામાં આવ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના તાજેતરના અહેવાલમાં માહિતી આપી છે કે યુકેમાં કોવિડ-19નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. એ પણ કહ્યું કે XE નામનું આ નવું વેરિઅન્ટ કોરોનાના કોઈપણ પ્રકાર કરતાં વધુ ચેપી હોઈ શકે છે. XE એ BA’1 અને BA.2 ઓમિક્રોનનું ‘રિકોમ્બિનન્ટ’ પરિવર્તન છે. જ્યારે દર્દી કોરોનાના વિવિધ પ્રકારોથી સંક્રમિત થાય છે ત્યારે ‘રીકોમ્બિનન્ટ’ મ્યુટેશન થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે નવું વેરિઅન્ટ XE ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી છે. WHOએ કહ્યું, ‘પ્રારંભિક અનુમાન BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી હોવાનું દર્શાવે છે.