ઉત્તર પ્રદેશની ઉન્નાવ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજ એ ફરી એકવાર ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ લખી છે. તેમણે એક ખાસ વર્ગની તસવીર મૂકીને વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. તેમણે લોકોને ઠંડા પીણાની બોટલો અને અસલ તીર કામઠા ઘરમાં રાખવાની સલાહ આપી. સાક્ષી મહારાજ એ પોતાની પોસ્ટમાં લોકોને પૂછ્યું કે જો આ ભીડ અચાનક તમારી શેરી અથવા તમારા ઘર પર આવી જાય છે, તો તમારી પાસે તેનાથી બચવાના કેટલાક રસ્તા છે! જો નહીં, તો આ કરો.
પોલીસ બચાવવા નહીં આવે, પરંતુ પોતાને બચાવવા માટે કોઈ આશ્રયસ્થાનમાં છુપાઈ જશે. તેણે લખ્યું છે કે જ્યારે આ લોકો જેહાદ કરીને પાછા જશે તો પોલીસ લાકડી મારવા આવશે અને થોડા દિવસો પછી મામલો તપાસ સમિતિ પાસે જઈને ખતમ થઈ જશે. આવા મહેમાનો માટે ઠંડા પીણાના એક-બે બોક્સ, કેટલાક તીર કામઠા દરેક ઘરમાં હોવા જોઈએ. શ્રીરામ. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ અજાન વિવાદ, લાઉડસ્પીકર વિવાદ, દિલ્હી હિંસા જેવા મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે.
આ પણ વાંચો : ફ્રાંસની રાજધાની પેરિસમાં રોડ ઉપર લાઉડસ્પીકરમાં નમાજ સામે રાષ્ટ્રગાનની જંગ જામી