હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચામાં બની રહેતા સાધ્વી પ્રાચીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. આ નિવેદન તેણે ઋચા ભારતી મામલામાં આપ્યુ છે. સાધ્વીએ કોર્ટનાં નિર્ણય પર કહ્યુ છે કે જજ ઋચા ભારતીને કુરાન વહેચવાનો નિર્ણય સંભળાવી શકે છે તો જે લોકોએ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં મંદિર તોડવાનું કામ કર્યુ છે તેને રામ નામનું પટકુ ગળામાં નાખી કાવડ લાવવાનો આદેશ પણ સંભળાવવો જોઇએ.
સાધ્વી આટલુ કહીને ન રોકાયા અને તેમણે જજનાં નિર્ણયને ફતવો બતાવતા નિર્ણયની તુલના સીરિયાનાં નિર્ણયથી કરતા કહ્યુ કે, આ નિર્ણયથી લાગી રહ્યુ છે કે આ ભારતમાં નહી પણ સીરિયા દેશમાં સંભળાવવામાં આવેલો છે. જો દેશમાં શાંતિ ઇચ્છી રહ્યા છો અને શાંતિ માટે નિર્ણય સંભળાવવાની વાતો કહી રહ્યા છો તો જજને કુરાનનું નહી પણ વેદનું જ્ઞાન વહેચવાનો આદેશ સંભળાવવો જોઇતો હતો.
સાધ્વીએ મુસ્લિમ દ્વારા કાવડ લાવાનારા પર સવાલો ઉઠાવતા કહ્યુ કે જે મુસ્લિમ કાવડ લાવે છે તે માત્ર ઢોંગ કરે છે. એટલે જ તે કાવડ લાવતા હોય છે. પરંતુ જજ કોઇ મુસલમાનને કાવડ લાવવાનો આદેશ આપે તો તે ક્યારે પણ માનશે નહી. જો જજ આવુ કરશે તો તે ષડયંત્ર કહેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.