Vadodara News/ ભાજપના વિધાનસભ્ય મુસ્લિમ મૌલવીને પગે પડતાં સર્જાયો વિવાદ

ગુજરાત વિધાનસભાના વ્હીપ બાલકૃષ્ણ શુક્લાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. વડોદરામાં (Vadodara) ગણેશ વિસર્જનકાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લા મૌલવીના પગે પડ્યા હતા.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 85 ભાજપના વિધાનસભ્ય મુસ્લિમ મૌલવીને પગે પડતાં સર્જાયો વિવાદ

Vadodara News: ગુજરાત વિધાનસભાના વ્હીપ બાલકૃષ્ણ શુક્લાનો (Balkrishna) એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. વડોદરામાં (Vadodara) ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લા (Balu Shukla) મૌલવીના પગે પડ્યા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા ભોલુ બાપુના ચરણ સ્પર્શથી ખળભળાટ મચી ગયો છે.

ગઈકાલે વડોદરામાં જુનીગઢના સુપ્રસિદ્ધ શ્રીજી વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં શહેરના અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા. તેમાંથી એક ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા હતા. જુનીગઢીના મૌલવી ભોલુ બાપુ પણ જુનીગઢના શ્રીજીને આવકારવા સમાજના આગેવાનો સાથે ઉભા હતા. ત્યારબાદ ભોલુ બાપુએ બાલકૃષ્ણ શુક્લનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જે બાદ બાલુ શુક્લા મૌલવીના પગે પડી ગયા. આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું.

વિસર્જન યાત્રામાં બાળુ શુક્લએ ભોલુ બાપુને પગે લાગીને નમન કર્યા હતા. તો હવે આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. બાળુ શુક્લ ભોલુ બાપુને પગે પડતાં BJP-RSS માં ચર્ચા વહેતી થઈ છે. વિવાદિત ભોલુ બાપુને પગે પડતાં બાળુ શુક્લનો વીડિયો વાયરલ થયો છે. બાળુ શુક્લ RSS નાં ચુસ્ત કાર્યકર રહી ચુક્યા છે. તેઓ વડોદરાની રાવપુરા બેઠકનાં ધારાસભ્ય છે. ત્યારે આ ઘટનાથી ભાજપા અને સંઘ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું ગયું છે.

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા નેતાઓ સ્થાનિક નાગરિકોના રોષનો ભોગ બની રહ્યા છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ અજીતાનગર સોસાયટીમાં પહોંચેલા વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનો સ્થાનિક રહીશોએ રીતસરનો ઉધડો લેતા બન્ને નેતાઓએ ચાલતી પકડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોદીનું ગુજરાતમાં આગમન, પીએમ વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા

આ પણ વાંચો: પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

આ પણ વાંચો: પીએમ મોદી પછી અમિત શાહ ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે