નવા ટ્રેફિક નિયમો સામે આવ્યા બાદથી જ લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે. રોજ કોઇને કોઇ મોટો દંડ લેવામાં આવ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. ટ્રાફિકનાં નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે પરંતુ તેને આ રીતે જનતા દ્વારા મોટો દંડ લઇને કરાવવું હાલમાં મોટો સવાલ બન્યો છે.
આ દરમિયાન લોકોનાં હ્રદયમાં એક ખાસ સ્થાન મેળવી ચુકેલા મહેશ બાબૂની એક ફિલ્મ ‘ભારત અને નેનૂ’ ને લોકો આજે ખૂબ જોઇ રહ્યા છે. તમને વિચાર આવતો હશે કે ટ્રિફિકનાં નિયમોની વાત વચ્ચે મહેશ બાબૂની વાત કેમ થઇ રહી છે, તો અમે આપને જણાવી દઇએ કે મહેશ બાબૂની આ ફિલ્મમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમા મહેશ બાબૂ એક રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા છે, જે મંત્રીઓને કહી રહ્યા છે કે મારે ટ્રાફિક સમસ્યાને લઇને પોલીસ અધિકારીઓને મળવુ છે. જ્યારે અધિકારીઓ ઓફિસમાં આવે છે તે પછી જે વાર્તાલાભ થાય છે તે જ તમે આજે ભોગવી રહ્યા છો એટલે કે જે નવા નિયમો ટ્રાફિકનાં સામે આવ્યા છે તે આ ફિલ્મમાં બતાવવા મુજબ હોય તેવુ પ્રતિત થઇ રહ્યુ હોવાનું લોકોનું માનવુ છે. આ વીડિયોને જોયા બાદ તમે પણ કહેશો કે આ તો કોપી પેસ્ટ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયો અંગે લોકો કહે છે કે, મહેશ બાબુની ફિલ્મ ‘ભારત અને નેનૂ’ જોઈને સરકારે આ નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે. હમણાં લોકો તેના વિશે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો આ માટે મહેશ બાબુને શ્રાપ પણ આપી રહ્યા છે.
ટ્વિટર પર મહેશ બાબુનાં એક ચાહકે મજાકમાં લખ્યું છે કે, ‘દેશ તમને ક્યારેય માફ નહીં કરે’. બીજા એક ચાહકે લખ્યું છે, ‘મહેશ બાબુ રાજકારણમાં આવ્યા વિના આટલો મોટો પરિવર્તન લાવ્યા, જરા વિચારો કે તેઓ રાજકારણમાં આવે તો શું થાય.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.