Not Set/ રાજકોટ માટે આફત બન્યો કોરોના : વધુ 68 દર્દીઓનો લીધો ભોગ, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજીનું કોરોનાથી નિધન

કોરોનાનો સેકન્ડ વેવ રાજકોટ માટે આફત લઈને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસની સાથે મોતનો આંકડો પણ મોટો થતો જાય છે. જોકે બે દિવસ પૂર્વે 82 મોત બાદ થોડીક રાહ જોવા મળી હતી. પરંતુ આજે ફરી

Top Stories Gujarat Rajkot
bhavanandji bapa રાજકોટ માટે આફત બન્યો કોરોના : વધુ 68 દર્દીઓનો લીધો ભોગ, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજીનું કોરોનાથી નિધન

કોરોનાનો સેકન્ડ વેવ રાજકોટ માટે આફત લઈને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસની સાથે મોતનો આંકડો પણ મોટો થતો જાય છે. જોકે બે દિવસ પૂર્વે 82 મોત બાદ થોડીક રાહ જોવા મળી હતી. પરંતુ આજે ફરી એક વખત કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો 70ની નજીક પહોંચ્યો છે અને કોરોના એ વધુ 68 દર્દીઓનો ભોગ લીધો છે.જ્યારે રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજી મહારાજનું નિધન કોરોનાથી થયું છે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 તબીબો અને સ્ટાફને કોરોના થયો છે. જ્યારે રાજકોટ એસટી ડિવિઝનમાં નવ ડેપોમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે.

hotspot 8 રાજકોટ માટે આફત બન્યો કોરોના : વધુ 68 દર્દીઓનો લીધો ભોગ, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજીનું કોરોનાથી નિધન

રામકૃષ્ણ આશ્રમના ભવાનંદજી મહારાજનું કોરોનાથી નિધન

રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજી મહારાજ 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ રામકૃષ્ણ આશ્રમના ભક્તોમાં મુઠી ઊંચેરું સ્થાન ધરાવતા હતા તેમજ બાપાના હુલામણા નામથી ખ્યાતિપ્રાપ્ત હતા. , ગુજરાત સહિત દેશ-વિદેશોના આશ્રમમાં તેઓએ સેવા આપી હતી એટલું જ નહીં  આપત્તિ સમયે સેવાકાર્યમાં બાપાનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે.રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદ બીએ જણાવ્યું હતું કે સ્વામી આદિ ભવ આનંદ છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઇ રહ્યા હતા. થોડા સમય પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘનિષ્ઠ સારવાર વોકાર્ડ હોસ્પિટલમાં આપવામાં આવી હતી. ત્યારબાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ કેટલાક દિવસોથી તેઓ વેન્ટિલેટર ઉપર હતા. ગુરુવારે સવારે તેમણે પોતાની જીવનલીલા સંકેલી મહા સમાધિમાં લીન થઈ ગયા હતા. પૂજ્ય બાપા નું જીવન આપણા બધા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે સાધુઓ, બ્રહ્મચારીઓ અને હજારો ભક્તો માટે બાપા માર્ગદર્શક હતા. આજે તેમના રામકૃષ્ણ લોક જવાથી અનુયાયીઓમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.તેમના જવાથી એક યુગ પૂરો થઈ ગયો હોય તેવું પ્રતીત થાય છે.

sidhdhpur 5 રાજકોટ માટે આફત બન્યો કોરોના : વધુ 68 દર્દીઓનો લીધો ભોગ, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજીનું કોરોનાથી નિધન

કોરોનાના નવા કેસો સાંજ સુધીમાં 383,બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ  248

તારીખ: 17/04/2021

તા. 16/04/2021 ના કુલ ટેસ્ટ 14409, કુલ પોઝિટિવ  707,પોઝિટીવ રેઈટ  4.91 %, કુલ ડીસ્ચાર્જ  38

આજે તા. 17/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ  248, આજ સુધીના કુલ પોઝિટિવ કેસ :- 25872, કુલ ડિસ્ચાર્જ  21135, રિકવરી રેઈટ 82.48 %, કુલ ટેસ્ટ  836055, પોઝિટિવિટી રેઈટ  3.06 %

તા. 16ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:૦૦ વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 383 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.રાજકોટ શહેરના કુલ કેસ. કુલ કેસ 25624,સારવાર હેઠળ -4312, ડિસ્ચાર્જ -384 કોવિડ ડેથ -215

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબી સ્ટાફને કોરોના,એસટી ડિવિઝનમાં 9 ડેપોમાં 77 ડ્રાઇવર તેમજ કંડકટર સંક્રમિત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની કોરોના હોવાનું પણ સામે આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા10 તબીબ સહિત 50 તબીબી સ્ટાફને કોરોના પણ  કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વિશેષ બાબત એ કહી શકાય કેબાળકોના વિભાગના વડા ડૉ.પંકજ બુચને  પણ કોરોના થતાં  વિભાગમાં સોપો પડી ગયો છે.અત્યાર સુધી 175 તબીબો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 165 મેડિકલ અને વર્ગ-4ના 150 કર્મીઓને કોરોનાની ઝપટે ચડી ગયા છે.દરરોજ 5 થી 7 કર્મચારીઓ  કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે.

રાજકોટ એસટી ડિવિઝનમાં 9 ડેપોમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. 77 ડ્રાઇવર તેમજ કંડકટર સંક્રમિત થયા છે. હાલ તમામ કોરોના સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

એમ્બ્યુલન્સ ન મળતી હોવાની રોજની350 જેટલી ફરિયાદો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવા માટે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં એકસાથે 40 એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી. આઘાતજનક વાત તો એ છે કે આ ફક્ત એમ્બ્યુલન્સોની વાત છે, તેમાં આસપાસના વિસ્તારોમાંથી ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓ પણ સામેલ હતા. આ સ્થિતિમાં હોસ્પિટલના મેડિકલ ઓફિસરો એમ્બ્યુલન્સ સુધી આવીને જ ગંભીર દર્દીઓને ચકાસી લે છે અને સારવાર આપે છે. સામાન્ય દિવસોમાં 108 એમ્બ્યુલન્સ 10થી 20 મિનિટમાં જ દર્દીને સારવાર આપવા પહોંચી જાય છે, પરંતુ હાલ એકવાર કૉલ કર્યા પછી માંડ આઠ કલાકે 108ની સેવા મળે છે. હાલ 108ને રોજના સરેરાશ 350 કૉલ આવે છે.

sidhdhpur 9 રાજકોટ માટે આફત બન્યો કોરોના : વધુ 68 દર્દીઓનો લીધો ભોગ, રામકૃષ્ણ આશ્રમના આદિ ભવાનંદજીનું કોરોનાથી નિધન

બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ, જ્યારે કોરોનાની ચેઈન તોડવા માટે કેટલાક ધંધાઓ ત્રણ દિવસ બંધ

રાજકોટમાં ઇલેક્ટ્રીક સામાનની દુકાનો શનિવાર-રવિવારે તમામ દુકાનો  બંધ રહેશે.ઇલે.અને હોમ એમ્પ્લાયન્સીસની દુકાનો તેમજટીવી એપ્લા. ટ્રેડર્સ એસો. દ્વારા સ્વંયભુ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટ ગુડ્સ ટ્રાન્સ.એસો.2 દિવસ સ્વયંભૂ બંધ શનિવાર અને રવિવારે 17 અને 18 તારીખે દિવસ સ્વયંભૂ બંધમાં જોડાશે.2 દિવસ બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે.

રાજકોટ ટીવી એપ્લાયન્સિસ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા  તા. 16 એપ્રિલ થી ત્રણ દિવસ – શુક્રવાર, શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે. એસોસિયેશન અંતગર્ત આવતી ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ તમામ દુકાનો, શો રૂમ આગામી તા.16 – 17 અને 18 એપ્રિલ બંધ રહેશે તેવી એસોસિયેશનએ જાહેરાત કરી છે.

કોરોનાને પગલે બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા પણ તેમના પૌત્ર સાથે કોરોના સંક્રમિત થયા  છે. બે દિવસ પૂર્વે જ તેઓ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને વેક્સિનેશન કેમ્પમાં મળ્યા હતા.

રાજકોટમાં દાણાપીઠમાં વેપારીઓનું  ગુરુવારે તારીખ 15 એપ્રિલથી રવિવારે 18 એપ્રિલ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવું દાણાપીઠ એસોસિયેશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયા જણાવ્યું છે.હોલસેલ અને રીટેલ 250 દુકાનો બપોરે સવારે 9 થી બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે.

રાજકોટ કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય,મિલપરા વિસ્તારમાં આવેલ તમામ કોસ્મેટિક્સની દુકાનો કરશે લોકડાઉન કોસ્મેટિક એસોસિએશન માત્ર સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો રાખશે ખુલ્લી,કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીએ કરી જાહેરાત

આ ઉપરાંત રાજકોટના ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રભુદાસભાઈ પારેખ અને ભાયા ભાઈ સાહોલિયા દ્વારા કોરોના સંક્રમણ નીચે તોડવા માટે ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે શુક્ર શનિ રવિ એટલે કે 16 થી 18 એપ્રિલ રાજકોટના જ્વેલર્સ બંધ પાળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…