- કેરળમાં આફતનો પર્યાય બન્યો કોરોના,
- ફરી 24 કલાકમાં 19,700 નવા કેસ,
- દેશમાં છેલ્લાં 24 કલાકમાં 31,600 કેસ,
- છેલ્લાં 24 કલાકમાં 31,700 થયા રિકવર,
- દેશમાં 24 કલાકમાં થયાં 17 લાખ ટેસ્ટ,
- એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 2.94 લાખ
કેરળમાં કોરોનાવાયરસ આફતનો પર્યાય બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. દેશમાં જ્યારે ગુરુવારે 31,600 કેસ સામે આવ્યા હતા ત્યારે કેરળમાંથી જ 19,700 કેસ સામે આવ્યા હતા. દેશ માટે હાલમાં કેરળ એક મોટું સંકટ બની ગયુ છે.
આ પણ વાંચો – Cricket / ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video
આપને જણાવી દઇએ કે, ગુરુવારે કોવિડ-19 નાં 19,700 નવા કેસો આવવાથી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 45,79,310 થઈ ગઈ છે. આ સિવાય રાજ્યમાં વધુ 152 દર્દીઓનાં મોત બાદ મૃત્યુઆંક 24,191 પર પહોંચી ગયો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગે એક પ્રકાશન બહાર પાડીને આ માહિતી આપી છે. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન, કોવિડ-19 નાં 20,510 દર્દીઓ પણ સંક્રમણથી મુક્ત હતા, જેના કારણે રાજ્યમાં આ જીવલેણ વાયરસનાં સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા વધીને 43,94,476 થઈ ગઈ છે. પ્રકાશન મુજબ, રાજ્યમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,60,046 છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 માટે 1,21,945 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – સાવધાન! / તહેવારોની સીઝન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી કોરોના ગાઇડલાઇન
પ્રકાશન મુજબ, રાજ્યનાં 14 જિલ્લાઓમાંથી ત્રિશૂરમાં સૌથી વધુ 3,033 નવા કેસ છે. આ પછી, એર્નાકુલમમાં 2,564, કોઝિકોડમાં 1,735, તિરુવનંતપુરમમાં 1,734, કોલ્લમમાં 1,593, કોટ્ટાયમમાં 1,545, મલાપ્પુરમમાં 1,401, પલક્કડમાં 1,378, અલાપ્પુઝામાં 1,254 અને કન્નૂરમાં 924 રાજ્યમાં કુલ 4,75,103 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી 22,821 લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.