દેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે.કોરોનાની બીજી લહેર અતિ ઘાતક નિવડી છે. બીજા તબ્બકામાં બાળકો પણ બાકાત નથી ,બાળકોમાં સંક્રમણ વધતાં એ ચિંતાજનક બાબત છે. મથુરાના અનાથશ્રમમાં 22 બાળકો કોરોના સંક્રમિત થયા છે અને 6 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. જેના લીધે અનાથશ્રમમાં ખળભળાટ મછી જવા પામ્યો છે. આ તમામ બાળકો છ થી દસ વર્ષના છે. 22 બાળકોના રિપોર્ટ હકારાત્મક આવતાં આરોગ્ય વિભાગ અનાથશ્રમમાં પહોંચીને ચેકઅપ કરીને દવાઓ આપી હતી.
આરોગ્ય વિભાગે અનાથશ્રમમાંથી સેમ્પલ લીધાં હતાં તેમાંથી 22 બાળકો કોરોના સંક્રમિત થયા હતાં.આ ઉપરાંત આશ્રમના 6 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. આ ક્રમચારીઓમાં બે પુરૂષો અને ચાર મહિલાઓને કોરોના થયો છે.બાળકોના પોઝિટિવ રિપોર્ટ બાદ જિલ્લા અધિકારી નવનીત સિંહ ચહલ અને સીએઓ ડૉ.રચના ગુપ્તા ના આદેશ બાદ આરોગ્ય વિભાગની ટીમ આશ્રમમાં પહોંચી ગઇ હતી અને તમામ બાળકો અને સ્ટાફની તપાસ કરવામાં આવી હતી. જે બાળકો અને સ્ટાફ કોરોના સક્રમિત થયા હતા તેમને દવાઓ આપીને હોમ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.