દિલ્હીમાં કોરોના વાયરસના 716 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષનો અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં આ રોગથી વધુ ચાર લોકોનાં મોત નીપજ્યાં. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા એક દિવસ પહેલા વધીને 3165 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 6.32 લાખ લોકો સાજા થયા છે. ચેપનું પ્રમાણ 0.76 ટકાથી વધીને 0.93 ટકા થયું છે.
716 નવા કેસ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપનો કુલ આંક વધીને 6,46,348 થઇ ગયો છે. આ રોગને કારણે વધુ ચાર લોકોનાં મોત સાથે મૃત્યુનો આંક વધીને 10,953 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં 607 અને 536 નવા કેસ આવ્યા. શુક્રવારે 425 કેસ હતા. ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવતા લોકોની સંખ્યા વધીને 1624 થઈ ગઈ. આરોગ્ય નિષ્ણાંતો અને ડૉકટરોએ આ કેસના વધારા માટે લોકોની બેદરકારીને જવાબદાર ગણાવી છે.
દેશમાં 4 કરોડથી વધુ લોકોને રસીકરણ
ભારતે કોવિડ -19 રોગચાળા સામેની લડતનો બીજો તબક્કો પાર કર્યો, જેના હેઠળ દેશમાં કોરોના વાયરસ રસી પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યા ચાર કરોડને પાર થઇ ગઈ છે.
તો બીજી તરફ દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે દિલ્હીમાં હવે દરરોજ સવા લાખ રસી લગાવવામાં આવશે, તેમણે કહ્યું કે આ પહેલા 30થી 40 હજાર રસી લગાવવામાં આવી રહી હતી, કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા 3 દિવસોમાં કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતું ડરવાની જરૂર નથી, અમે સ્થિતી પર નજર રાખી રહ્યા છિએ, અને નિષ્ણાતોની સલાહ લઇ રહ્યા છે.