- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 671
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 251944
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 04
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 806
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 239771
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7829
કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ઓછુ હતુ કે, તેનો નવો સ્ટ્રેન પણ સામે આવ્યો. જણાવી દઇએ કે, બ્રિટન બાદ કોરોનાનો નવો સ્ટ્રેનનો ભારતમાં પણ પ્રવેશ થઇ ચુક્યો છે. જો કે ગુજરાત માટે રાહતનાં સમચાર છે કે ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે.
હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 671 નવા કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,51,944 પર પહોંચ્યો છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 806 નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,771 દર્દીઓ ઠીક થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 7,829 હોવાનું નોંધવામાં આવે છે.
ઉલ્લેખનીય છેે કે, પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોનાં પ્રમાણમાં અંશતઃ સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે.
Festival / મકરસંક્રાંતિ પર છવાયો કોરોના, આ પતંગ બજારમાં બન્યા આકર્ષણનું…
Gujarat / પૂર્વ CM માધવસિંહ સોલંકીનાં પાર્થિવદેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર…
Ahmedabad: પુત્રનાં જન્મદિવસનાં 2 દિવસ પહેલા પરિણીતાએ મોતને કર્યુ વ્હાલ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…