Not Set/ દેશમાં કોરોનાનાં કેસ 88 લાખને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભારતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા કોરોનાનાં કેસ 24 કલાકમાં 50 હજારથી વધુ સામે આવી રહ્યા હતા. જે હવે ઘટી ગયા છે. આપને જણાવી દઇએ કે, કોવિડ-19 નાં 41,100 નવા કેસ રવિવાર, નવેમ્બરનાં રોજ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. રવિવારે દેશમાં […]

Top Stories India
asdq 102 દેશમાં કોરોનાનાં કેસ 88 લાખને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભારતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા કોરોનાનાં કેસ 24 કલાકમાં 50 હજારથી વધુ સામે આવી રહ્યા હતા. જે હવે ઘટી ગયા છે. આપને જણાવી દઇએ કે, કોવિડ-19 નાં 41,100 નવા કેસ રવિવાર, નવેમ્બરનાં રોજ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે.

રવિવારે દેશમાં કોરોનાવાયરસનાં કેસ 88 લાખ સુધી પહોંચ્યા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો નોંધાયા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 41,100 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 88,14,579 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 447 દર્દીઓનાં મોતને કારણે મૃતકોનો કુલ આંકડો 1,29,635 પર પહોંચી ગયો છે.

નવીનતમ માહિતી અનુસાર, દેશમાં સાજા થતાં દર્દીઓની સંખ્યા 82 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 42,156 દર્દીઓ રિકવર થયા છે, જે દરરોજ આવતા નવા કેસની સંખ્યા કરતા વધુ છે. અત્યાર સુધીમાં, ઠકી થતા દર્દીઓની કુલ સંખ્યા વધીને 82,05,728 થઈ ગઈ છે. નવા કેસોમાં ઘટાડો અને દર્દીઓની રિકવરીની સંખ્યાનાં કારણે સક્રિય કેસ નીચે આવ્યા છે. દેશમાં કોરોનાનાં એક્ટિવ 4,79,216 છે.

કોરોના રિકવરી 93.09 ટકા છે જ્યારે સક્રિય દર્દીઓ 5.43 ટકા છે. મૃત્યુ દર 1.47 ટકા છે. પોઝિટિવિટી રેટ એટલે કે દૈનિક ટેસ્ટિંગમાં ચેપગ્રસ્ત કેસોનો દર 5.1 ટકા છે. ટેસ્ટિંગનાં આંકડા વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 8,05,589 કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 12,48,36,819 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.