દેશમાં હવે બીજી લહેર શાંત પડી ગઇ છે. તેમ છતા મોતનો આંકડો હજુ પણ ઓછો થવાનુ નામ લઇ રહ્યો નથી. જો કે મોતનાં મામલે વિશ્વમાં ભારતનું સ્થાન અમેરિકા અને બ્રાઝિલ બાદ આવે છે પરંતુ દૈનિક મોતનો આંક હવે ડરાવી રહ્યો છે.
મેઘાની ધમાકેદાર એન્ટ્રી / ભારે બફારા બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ
કોરોના વાયરસને લઇને ભારતને રાહત થઇ છે. મંગળવારે, દેશમાં જ્યાં 118 દિવસ પછી સૌથી ઓછા કોરોનાનાં કેસ નોંધાયા છે, ત્યાં મોતનાં નવા આંકડાઓ ફરીથી ભયભીત કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 31 હજાર નવા કોરોનાનાં દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે મોતની સંખ્યા ફરીથી 2 હજારને વટાવી ગઈ છે, જે સોમવારની તુલનામાં લગભગ 1300 વધી છે. જોકે, મૃત્યુઆંકમાં આટલો મોટો વધારો મધ્યપ્રદેશમાં બેકલોગનાં કારણે છે. હવે કોરોનાનાં કુલ કેસ વધીને 3 કરોડ 9 લાખથી વધુ થઈ ગયા છે, તેથી મૃત્યુની કુલ સંખ્યા પણ 4 લાખ 10 હજારથી વધુ પહોંચી ગઈ છે.
રાજકારણ / મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીમાં તિરાડ ? કોંગ્રેસના પટોલે કહ્યું મારા પર નજર રાખવામાં આવે છે
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, દેશભરમાં 2 હજાર 20 લોકો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા છે. મૃત્યુઆંક એટલો વધી ગયો છે કારણ કે, મધ્યપ્રદેશએ તેના ડેટામાં સુધારો કર્યો છે. જો મધ્યપ્રદેશનો બેકલોગ દૂર કરવામાં આવે તો ભારતમાં એક દિવસમાં ફક્ત 539 લોકોનાં મોત થયા છે, જે છેલ્લા 4 મહિનામાં સૌથી ઓછા છે. વળી 49,007 લોકોએ સમાન સમયગાળામાં કોરોનાને માત આપી છે. જેના કારણે, લગભગ 109 દિવસ એટલે કે લગભગ સાડા ત્રણ મહિના પછી, એક્ટિવ કેસોની સંખ્યા હવે માત્ર 4,31,315 રહી છે. આ સાથે, દેશમાં સક્રિય કેસની સંખ્યા ઝડપથી ઘટીને 4,32,778 થઈ ગઈ છે. કુલ કેસોની તુલનામાં, સક્રિય કેસની ટકાવારી હવે માત્ર 1.46 ટકા છે.