રાજકોટમાં ફરી એક વખત કોરોનાના બપોર સુધીમાં નવા કેસ 40 ને પાર થયા છે.24 કલાકમાં 21 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઈકાલે 17 દર્દીના મોત થયા હતા જેમાં ડેથ ઓડિટ કમિટીમાં કોવિડથી એક દર્દનું મોત થયાનું જાહેર થયું હતું. આજે ગુરૂવારે શહેરમાં બપોર સુધીમાં 42 કેસ નોંધાયા છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને હવે 200થી પણ નીચે આવી ગઈ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 40305 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1302 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે બુધવારે રાજકોટમાં 354 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
19 /05/2021 ના કુલ પોઝિટિવ :- 168
કુલ ટેસ્ટ :- 3013
કુલ પોઝિટિવ :- 168
પોઝિટીવ રેઈટ :- 5.58 %
કુલ ડીસ્ચાર્જ :- 354
આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 42
કુલ પોઝિટિવ કેસ :- 40347
કુલ ડિસ્ચાર્જ : 38830
રિકવરી રેઈટ : 96.34 %
કુલ ટેસ્ટ :- 1108173
પોઝિટિવિટી રેઈટ :- 3.64 %
મોટા મવા અને રામનાથપરા સ્મશાને હવેથી નોન-કોવિડ બોડી મોકલી શકાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર મુખ્ય સ્મશાન (૧) રામનાથપરા (૨) બાપુનગર (૩) મોટા મવા અને (૪) મવડી સ્મશાનગૃહ હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવેલ હતા. જે પૈકી હવેથી ફક્ત (૧) બાપુનગર અને (૨) મવડી સ્મશાનગૃહ કોવિડ બોડી માટે અનામત રહેશે જ્યારે રામનાથપરા અને મોટા મવા ખાતે સામાન્ય બોડી (નોન-કોવિડ) બોડી લઈ જઈ શકાશે જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી છે.
વેકસીનેસનની કામગીરી રાબેતામુજબ ચાલુ
વેકસીનેસન દરમ્યાન શહેરના 45 થી મોટી ઉંમરના નાગરિકો માટે 25 સેસન સાઈટ રાખવામાં આવેલ છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 21આરોગ્ય કેન્દ્રો સહિત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્યકુંવરબા હોસ્પિટલ, શિવશક્તિ સ્કૂલ અને ચાણક્ય સ્કૂલ (ગીત ગુર્જરી સોસાયટી) સેસન સાઈટનો સમાવેશ થાય છે. દરેક સાઈટ પર 100નાગરિકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે, જેમાં ૩૦% પહેલો ડોઝ લેનાર નાગરિકો અને ૭૦% બીજો ડોઝ લેનાર નાગરિકોને રસી આપવામાં આવશે. કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધી બાદ 84 દિવસે લેવાનો રહેશે.18થી 44 વર્ષના લોકો માટે શહેરમાં 50સેસન સાઈટ ખાતે વેકસીનેસનની કામગીરી કરવામાં આવશે જ્યાં દરેક સાઈટ પર 150લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. સેસન સાઈટ દરરોજ સાંજે 5 -00 વાગ્યે જનરેટ થશે અને તેના પરથી વેકસીનેસન સ્લોટ બુક કરવાનો રહેશે.વેકસીનેસનનો સમય સવારે 9-00 થી બપોરના 1-00 વાગ્યા સુધીનો રહેશે.
01:00 વાગ્યા સુધીમાં કુલ 7651 લોકોએ કોરોના વેકસીન લીધી
રાજકોટ શહેરમાં આજે તા. 12/05/2021 ના રોજ સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 6992 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 659 સહિત કુલ 7651 નાગરિકોએ રસી લીધી.