@કૌશિક છાયા,ગાંધીધામ ક્ચ્છ.
કોરોનાની વૈશ્વિક પરિસ્થિતિમાં લોકડાઉન અને મહામારીની તાણ વચ્ચે લોકોના જીવનમાં “મુસ્કુરાહટ” જરૂરી છે,ત્યારે કચ્છનાં ગાંધીધામની યુવતીએ આ માટે નવતર પ્રયાસ કર્યો છે સમાજસેવાના માધ્યમથી આજની યુવા પેઢીને નવી રાહ ચીંધી છે.
સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના વાયરસથી ભયભીત હતા ત્યારે ભયભીત અને દુ:ખી ચહેરાઓ ઉપર મુસ્કુરાહટ લાવવા માટે કચ્છનાં પંચરંગી સંકુલ ગાંધીધામની યુવતી અંજલિ સિંઘે નવતર પ્રયાસ હાથ ધર્યો હતો. આ યુવતીએ પ્લાસ્ટિકના કુંડા ઉપર હાસ્ય મુસ્કુરાહટના ચિત્રો દોરી સોશિયલ મીડિયામાં મુક્યાં હતા જેને લોકોએ પસંદ કર્યા હતા. ત્યાંથી તેને વધુ સાહસ પ્રાપ્ત થયું હતું. બાદમાં તેણે લોકોને માસ્ક વિતરણ, સફાઈકર્મીઓને કપડા, જુદી-જુદી જગ્યાએ સેનિટાઈઝર મશીન મૂકવા, ચકલીઓ માટે કુંડા, રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે શહેરભરમાં ગીલોયના રોપાઓનું રોપણ વિગેરે કાર્યો હાથ ધરીને લોકોના ચહેરાઓ ઉપર હાસ્ય લાવી શકી છે
સમગ્ર વિશ્વને કોવિડ-19, કોરોના વાયરસે હચમચાવી મૂક્યું હતું. ગત માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે જનતા ક્ફર્યૂના દિવસે ડી.આર.આઈ.ના અધિકારી એવા એ.કે. સિંઘની દીકરી અંજલિ સિંઘ પણ અન્ય લોકોની સાથે થાળી વગાડી રહી હતી. આ યુવતીએ તે દિવસે લોકોના ચહેરા ઉપર ભય અને દુ:ખ જોયું હતું ત્યારે તેણે નક્કી કર્યું હતું કે, લોકોના ચહેરાઓ ઉપર મુસ્કુરાહટ લાવવા માટે કંઈક કરવું જ જોઈએ.લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવવા માટે માધ્યમ શોધી રહી હતી. ત્યારે તેણે પોતાના ઘરે રહેલા ઝાડના કુંડા ઉપર નજર નાખી હતી. કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો ઝાડની જેમ લીલાછમ્મ રહે તે માટે તેણે કાંઈક જુદું કરવાનું નક્કી કર્યું હતું. તેણે કુંડા ઉપાડયા અને પોતાના હાથોથી તેના ઉપર હાસ્યનું ચિત્ર દોરી કાઢ્યું હતું અને બાદમાં તેણે આ ચિત્રને મુસ્કુરાહટ નામ આપી સોશિયલ મીડિયામાં મૂક્યું હતું. જ્યાં તેને ઘણા બધા લાઈક્સ અને કોમેન્ટ આવતાં તેના ઉત્સાહમાં વધારો થયો હતો, પરંતુ આ કામ સહેલું નહોતું.છતાં અંજલિએ પ્રયાસો કરી લોકોના ચહેરા પર મુસ્કુરાહટ લાવવાનો પ્રયાસ કર્યો છે.
કોરોનાકાળ દરમ્યાન અંજલીએ જોયું કે, મંદિરો બહાર ભૂખ્યાજનો એકત્રિત થતા હોય છે તથા અનેક લોકો શાકભાજી વગેરે વેચીને પોતાનું પેટિયું રળી રહ્યા છે. ત્યારે તેણે કુંડાઓ ઉપર હાસ્યના ચહેરા દોરી તેની એક કિંમત નક્કી કરી હતી. જેની આવક થકી ગરીબ લોકોને જમવાનું, કપડા, સાર્વજનિક જગ્યાઓ ઉપર સેનિટાઈઝર મશીન લગાડયા હતા, લોકો પણ આ કલ્યાણકારી કામમાં જોડાતા ગયા હતા. આ રકમમાંથી અંજલિએ જૂના કપડા ખરીદયા હતા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી તથા કોરોનાના કારણે બેરોજગાર બનેલી મહિલાઓને આ જૂના કપડા આપી તેમાંથી થેલી બનાવવા કહ્યું હતું જેના બદલે તે આ મહિલાઓને મહેનતાણું આપતી હતી. જેથી આવી મહિલાઓને રોજગારી મળી રહે. કપડાની થેલીઓ બની ગયા બાદ મુસ્કુરાહટે આવી થેલીઓ શહેર, સંકુલના દુકાનદારો, શાકભાજીવાળાઓને આપી હતી અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. જેથી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય.
West Bengal / બિહાર બાદ બંગાળમાં રસીનું રાજકારણ, મમતાએ કર્યું આવું એલાન…
અંજલીએ કહ્યું કે, વડાપ્રધાનના જનતા કર્ફ્યૂ અને બાદમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્રથી તે પ્રભાવિત થઈ છે. ધર્મ, જ્ઞાતિ, ભાષા, ક્ષેત્રના આધારે સમાજ વિભાજિત થઈ રહ્યો છે ત્યારે આ મહામારીએ લોકોને એકસૂત્રતામાં બંધાવાનો મોકો આપ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે જગ્યાએ તાળાં હતાં ત્યારે માનવી જ માનવીના કામે આવી રહ્યા હતા અને પોતાનો માનવતા ધર્મ નિભાવી રહ્યા હતા. આપણે આદિમાનવમાંથી મનુષ્ય બન્યા છીએ ત્યારે ફરી પાછા મનુષ્યમાંથી આદિમાનવ ન બની જઈએ તે વિચારવું રહ્યું. ગીલોયનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે ત્યારે આ સંસ્થા મુસ્કુરાહટે આ શહેર અને સંકુલના તમામ બગીચાઓ અને જુદી-જુદી જગ્યાએ ગીલોયના રોપાઓનું રોપણ કર્યું હતું. હાલમાં વૃક્ષો સુકાઈ રહ્યા છે અને પક્ષીઓ નજરે ચડતા નથી. ત્યારે આ સંસ્થાએ પક્ષી બચાવો અભિયાનનો પ્રારંભ કર્યો છે.
Bird Flue / ગુજરાતમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોતથી સ્થાનીકોમાં ફફડાટ…
અંજલિના મુસ્કુરાહટ કેમ્પઈનને આગેવાનોએ પણ બિરદાવ્યુ છે, સાંસદ વિનોદ ચાવડાએ પણ આ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી તો પોલીસવડા મયુર પાટીલ તેમજ સંકુલના વિવિધ સરકારી અધિકારીઓ,આગેવાનો,નગરપાલિકા વગેરેએ સંસ્થાની નોંધ લઈ પ્રમાણપત્ર આપ્યા છે અંજલીએ ખરા અર્થમાં વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેવી કે,વૃક્ષારોપણ, નો પ્લાસ્ટિક,પક્ષી બચાવો,ગરીબોને કપડાં વિતરણ,માસ્ક અને સેનિટાઈઝર વિતરણ વગેરે જેવી કામગીરી કરી દુઃખી લોકોના જીવનમાં ખુશી રૂપી મુસ્કુરાહટ લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે જે ખરેખર બિરદાવવાલાયક છે.
દીપડો / ગુજરાતમાં વધતો હિંસક પશુઓનો ત્રાસ, કોણે કોની હદમાં કર્યો પ્…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…