@આયુષી યાજ્ઞિક. અમદાવાદ
કોરોનાની મહામારીએ લોકોની કમર તોડી નાખી છે એવામાં આરટીઓ માંથી વાહનોના પસંદગીના નંબર મેળવવાની ડિમાન્ડ વધી છે. જેથી કહી શકાય કે અમદાવાદીઓએ સાબિત કરી બતાવ્યું કે ગેમેં ટેલી મુશ્કેલી હોય પણ શોખ બડી ચીજ હૈ તે જાળવી રાખવું. શોખ માટે લોકો કંઈ પણ કરી છૂટતા હોય છે. ત્યારે આજ શોખના કારણે અમદાવાદ આરટીઓ કચેરીને કોરોડો રૂપિયાની આવક થઇ છે.
અમદાવાદ આરટીઓમાં નવેમ્બર મહિનામાં નવા 11,600 વાહનો નોંધાયા હતા. જેમાંથી 3,022 વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે અરજી કરી હતી. અરજીમાં જે લોકોએ ઊંચા ભાવ ભર્યા હતા તેમને પસંદગીનો નંબર પણ મળી ગયા. નવેમ્બર મહિનામાં પસંદગીના નંબરની હરાજીથી આરટીઓને 1 કરોડ 9 લાખ રૂપિયાની આવક થઈ છે. અમદાવાદ આરટીઓમાં દર 21 દિવસે નંબરની સીરિઝ પૂર્ણ થઈ જાય છે. લોકો કાર અને બાઇક માટે પસંદગીના નંબર લેતા હોય છે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે અરજી કરવામાં આવે છે.
ટોપ ફાઇવ નંબર પર લાગેલી બોલી
નંબર- રૂપિયા
0001 5,56000
5555 1,75000
7777 1,62000
0369 1,40000
1212 1,15000
છેલ્લા ત્રણ મહિનામાં પસંદગીના નંબરથી 2 કરોડ 36 લાખની આવક થઈ છે. અમદાવાદ એક વ્યક્તિએ કાર ખરીદી અને આરટીઓમાંથી પસંદગીના નંબર માટે અરજી કરી હતી. જે વ્યક્તિ 7 નંબર માટે 32 લાખની બોલી બોલ્યો હતો. નવેમ્બર 2020માં 3,022 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા છે. આરટીઓને પસંદગીના નંબર માટે 1 કરોડ 9 લાખની આવક થઈ છે. ઓકટોબર 2020 માં 2,899 વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા. જેનાથી આરટીઓને 71 લાખ 7 હજાર રૂપિયાની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020માં 1,130 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા હતા. આરટીઓને પસંદગીના નંબરથી 39 લાખ 86 હજાર રૂપિયાની આવક થઈ છે.
અસરકારક આયુર્વેદ / કોરોના સામેની લડાઇમાં આયુર્વેદની પણ પરીક્ષા…
daru / ગાંધીનગરમાં જ દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, સરકારી ગાડીમાંથી વિ…
haunted / ભારતના આ 10 રાજમાર્ગો છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…
launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…
કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ, એક ખુલ્લું કબ્રસ્તાન…
#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…