@સુલેમાન ખત્રી , બોડેલી છોટાઉદેપુર
નાના એવા કોસિન્દ્રા ગામે સજજડ બંધ જોવા મળ્યુ . ફરી એક વાર કોરોના મહામારી પોતાનો કહેર વર્તાવાનુ ચાલુ કરતા લોકો કોરોના સંક્રમણમા સપડાઇ રહ્યા છે અને લોકો કોરોના જતો રહ્યો હોય તેમ બિંધાસ્ત થઇ ગયા હતા અને માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝરનો ઉપયોગ બંધ કરી બજારોમા ફરી રહ્યા હતા. ત્યારે કોરોનાએ બીજા રાઉન્ડ ની શરુઆત કરી છે. કોરોનાના કેસમાં એકાએક મોટો ઉછાળો આવતા સરકારે મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ નાખી દીધો છે. અને હાલ ફરી કોરોના ગ્રસ્ત વિસ્તારોમા ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી તાલુકા ના કોસિન્દ્રા ગામે પણ કોરોના ના કેસો વધતા સ્વૈચ્છીક લોક ડાઉન જાહેર કરવામા આવતા કોસિન્દ્રા ગામ સજજડ બંધ જોવા મળ્યુ .
કોરોના પોઝિટીવ દર્દીઓની સત્તા વાર આંકડાની વાત કરીએ તો સરકારી આંકડા પ્રમાણે હાલ મા પાચ કોરોનાના નવા દર્દીઓ કોસિન્દ્રા વિસ્તાર ના નુ જાહેર કરેલ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસો મા ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન કોસિન્દ્રા તેમજ આજુબાજુ ના ગામના વસતા લોકો વડોદરા તેમજ અન્ય શહેરોમા ગયેલા તેઓ તહેવાર કરવા પોતાના વતન મા આવતા અને અવર-જવર કરતા કોરોના નુ સંક્રમણ ફેલાયુ હોય તેમ ગામ લોકો નુ માનવુ છે કોરોના નુ સંક્રમણ ને અટકાવવા તેમજ કોરોનાની ચેન તોડવા સરપંચ તેમજ ગામના આગેવાનો વહેપારીઓ એ સ્વૈચ્છિક લોક ડાઉન ની જાહેરાત કરતા આજે કોસિન્દ્રા ગામ મા બંધ ની અસર જોવા મળી હતી.
કોરોના પોઝિટીવ દર્દી ઓ ની વાત કરીએ તો અહી દશ થી પંદર જેટલા કોરોના પોઝિટીવ દર્દી ખાનગી હોસ્પિટલો મા સારવાર લઇ રહ્યા છે તો બીજી તરફ ત્રણ જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દી નુ મોત થતા કોસિન્દ્રા ગામ ના ગ્રામજનો મા ભયનો માહોલ જોવા મળતા પાચ દીવસ નુ લોકડાઉન જાહેર કરાતા બોડેલી તાલુકાનુ નાનું એવું કોસીન્દ્રા ગામ સજજડ બંધ જોવા મળ્યુ હતુ .