છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં વધારો નોધાઈ રહ્યો છે. જેમાં વડોદરા (vadodara )ખાતે ફરી એકવાર કોરોના (corona) માથું ઊંચકી રહ્યો છે. વડોદરા (vadodara) ખાતે કોરોના કેસમાં વધારો નોધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના (health department) જણાવ્યા અનુસાર વડોદરા( vadodara) ખાતે છેલ્લા 24 કલાકમાં 33 નવા દર્દીઓ નોધાયા છે. જ્યારે 8 દર્દીઓ ઑક્સીજન (oxygen)સપોર્ટ ઉપર છે. જ્યારે જીલ્લામાં 182 લોકોને કોરોન્ટાઇન (Quarantine) કરવામાં આવ્યા છે.
જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની (active case) કુલ સંખ્યા 111 થઇ છે. જેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ગોત્રી, જેતલપુર, અકોટા, સમા સહિતના વિસ્તારમાં કોરોના કેસમાં મોટો ઉછાળ જોવા મળ્યો છે. રણુ, સેજાકુવા, છાણી, ઊંડેરામાં પણ કોરોનાના કેસમાં (corona case ) ઉછાળો આવતાં તંત્ર ચિંતિત બન્યું છે. જિલ્લાભરમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે મોટો ઉછાળ જોવા મળ્યો છે.
સાથે રાજ્યમાં પણ સતત કોરોના કેસનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો (active case ) આંક 700 ને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંક 150 ને પાર થયો હોય તેવું ૧ માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 11 દિવસમાં જ રાજ્યમાંથી કુલ 910 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.જેમાં 50 ટકા કેસ માત્ર અમદાવાદ (ahmedabad)એ વડોદરા (vadodara) ખાતે નોધાઈ રહ્યા છે. જે ખરેખ ચિંતા ઉપજાવે તેવી બાબત છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 58 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 12,14,463 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ઘટીને 99.05 ટકા છે. શનિવારે કુલ 43133 દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ (Vaccination dose) હવે 11.05 કરોડ છે. આ પૈકી 36.01 લાખ દ્વારા (Precision dose) પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે.
America/ ક્રેડિટ કાર્ડ, લોન અને સામાજિક સુરક્ષા યોજનાના નામે અમેરિકામાં વૃદ્ધો સાથે છેતરપિંડી, ભારતીયોની ધરપકડ