ફરાર/ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર

કોરોના પોઝીટીવ દર્દી સિવિલમાંથી ફરાર

Gujarat
civil ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી કોરોના દર્દી ફરાર

રાજયમાં કોરોનાએ માઝા મૂકી  છે .કોરોના સંક્રમણના કેસો વધતાંં હોસ્પિટલો હાઉસફૂલ છે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી  સિવિલ કોરોના વોર્ડમાંથી ફરાર થઈ ગયો છે. સિવિલ તંત્ર દ્વારા તેને શોધવા માટે દોડધામ થઇ હતી. ગઈકાલે જ દર્દી સિવિલ હોસ્પિટલમાંથી કંટાળીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. સિવિલ તંત્ર સિવિલ હોસ્પિટલના 8 માળના તમામ વોર્ડની શોધખોળ હાથ ધરી હતી. છેવટે સિવિલ તંત્ર પોલીસની મદદ લીધી છે અને પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી છે. છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.

ગુરુવારે કોરોના વોર્ડમાંથી દર્દી ફરાર થઈ ગયો હતો જેને લઇને સિવિલનું તંત્ર દોડતું થયું હતું. સિવિલના અધિકારીઓએ સ્ટાફને દર્દીના વતન શોધખોળ માટે મોકલ્યો હતો પરંતુ આ દર્દી તેના ઘરે પણ તપાસ કરતા નહોતો. છેવટે તંત્ર એ સેકટર-7 પોલીસ સ્ટેશનની મદદ લીધી છે. પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી છે પરંતુ બપોર સુધી પોલીસે તપાસ કરતા આ દર્દીની કોઈ ભાડ મળી નહોતી. આ રીતે દર્દી કોરોના વોર્ડમાં ચાલુ સરવારે નીકળી જતા સિવિલની બેદરકારી છતી થઈ છે.ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી ફરાર થઇ જાય તેવી ઘટનાઓ હાલ બની રહી છે.