- રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો
- ગુજ. નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ
- 34 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ફફડાટ
- યુનિવર્સિટીમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયુ
- હોસ્ટેલોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા
- આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ
ગુજરાત રાજ્યામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે ફરીથી કોરોના બ્લાસ્ટ થયો છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવ્યા છે. નેશનલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 34 જેટલાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાં કોરોના ફરીથી માથું ન ઉંચકે તેનો ડર પણ તંત્રને સતાવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, 34વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે, જ્યારે તમિલનાડુના એક વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત એક વિદ્યાર્થી દ્વારા દિલ્હીનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓની કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલના 125 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટમાં 35 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં 700થી પણ વધારે વિદ્યાર્થીઓ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં રહી રહ્યા છે.
આ ઉપરાંત 20 જેટલી વિદ્યાર્થિનીઓને પણ ગર્લ્સ હોસ્ટેલમાં આઈસોલેટ કરી દેવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓનું યુનિવર્સિટીનાં ડોક્ટર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. બીજી તરફ બીજા અન્ય 34 જેટલા વિદ્યાર્થીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. અને તેમના રિપોર્ટ પણ કરવામાં આવ્યાં છે. જેનાં પગલે આજે આરોગ્ય તંત્રની ટીમ પણ યુનિવર્સિટીમાં પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કર્યું હતું.
એક સાથે લો યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં ઘણા વિદ્યાર્થીઓ ઘરે જવા માટે પણ રવાના થવા લાગ્યા છે. જ્યારે હજી પણ ઘણા વિદ્યાર્થીઓનાં રિપોર્ટ આવવાના બાકી હોવાથી આગામી દિવસમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બીજા પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. હાલ તો યૂનિવર્સિટીમાં માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ તેમજ સેનેટાઈઝર સહિતના નિયમો કડક કરીને વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
કોરોનાના કેસમાં દેશભરમાં ઘટાડા વચ્ચે ગુજરાતમાં એક જ દિવસમાં નવા કેસમાં 150 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગાંધીનગરમાં 15 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ 86 એક્ટિવ કેસ થયા છે. જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેની સાથે અમદાવાદ શહેરમાં પણ 2 કેસ નોંધાયા છે. 6 કોર્પોરેશન અને 31 જિલ્લામાં કોરાનાના કેસની સંખ્યા શૂન્ય છે. અગાઉ 24 માર્ચે 26 કેસ હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 991 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કુલ મૃત્યુઆંક 10 હજાર 942 છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 963 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 84 એક્ટિવ કેસ છે. જેમાથી 82 દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં ગત 18 દિવસથી કોરોનાને કારણે એકપણનું મૃત્યુ નોંધાયું નથી. બીજી બાજુ રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા પર સ્થિર છે. આમ 15 દિવસ બાદ રાજ્યમાં 20થી વધુ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો :વઢવાણ ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ, બે બાળકોના કમકમાટી ભર્યા મોત
આ પણ વાંચો :કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે નવી સિંહ સિંહણની જોડી, દત્તક લીધા બાદ થશે નામકરણ
આ પણ વાંચો :5 વર્ષના છોકરાએ તેની મુકબધિર માતા પર ગેંગરેપ થયાની જાણ તેના પિતાને કરી, પછી…
આ પણ વાંચો : હાર્દિક, જિજ્ઞેશ અને અલ્પેશ, શું છે તેમનું રાજકીય ભવિષ્ય?