માસ્ક ફરજિયાત/ રાજધાનીમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : કેન્દ્રનો રાજ્યનોએ સાવચેત રહેવા આદેશ

એનસીઆર, નોઇડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવનારા મુસાફરોને એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર કોરોના માટે તપાસ કરાશે.

Top Stories India
કોરોના

વધુ એક વખત કોરોના દેશમાં માથૂ ઊચકી રહ્યો છે. એકાએક કોરોનાના આંકડાઓનો ગ્રાફ ફરીથી વધવા લાગ્યો છે ત્યારે કેન્દ્ર કોરોના ને કાબૂ કરવા ગંભીર બન્યું છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકો પણ હવે સંક્રમિત થઈ રહ્યા છે. ત્રીજી લહેર બંધ થયા બાદ જે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા તે હવે ફરીથી લાગૂ થવા લાગ્યા છે. વાસ્તવમાં સૌથી વધુ કેસ દિલ્હી-એનસીઆરમાં સામે આવી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 કલાકમાં કોરોનાના 1247 કેસ સામે આવ્યા છે. જેમાંથી 501 કેસ માત્ર દિલ્હીના છે. આમ દિલ્હીમાં દર સેકન્ડે સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ ફરીથી ચિંતા વધારી દીધી છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સતર્ક રહેવા સૂચના આપી છે. કેન્દ્ર દ્વારા તમામને પત્ર લખવામાં આવ્યો છે જેમાં મંગળવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોના સામે ગંભીર બનવા સૂચયન કરાયું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જો કોઈ પણ હવે કોરોના સામે થોડી પણ બેદરકારી દાખવશે તો અત્યારસુધીની ઉપલબ્ધિ સામે હારી જવાશે. આથી કોરોનાની ગાઈડલાઇન અમલી બનવાવી જ હિતાવહ હોવાનું સૂચન કરવામાં આવ્યું છે.

રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે લખનઉ સહિત 7 જિલ્લામાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. જે જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે તેમાં લખનઉ ઉપરાંત ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર અને બાગપતનો સમાવેશ થાય છે.કોરોનાના કેસ ઓછા થયા બાદ ઉત્તર પ્રદેશે 1 એપ્રિલથી જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક નાબૂદ કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સીએમ યોગીએ અધિકારીઓને કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. માસ્કની અનિવાર્યતાની સાથે સાથે હવે ફરીથી કોરોનાનું માસ ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. લખનઉમાં હવે દિલ્હી, એનસીઆર, નોઇડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવનારા મુસાફરોને એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર કોરોના માટે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને મેડિકલ યુનિવર્સિટીઓમાં પણ કોરોના ટેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. લખનઉમાં પોઝિટિવિટી રેટમાં વધારો થયા બાદ પ્રશાસને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાની સૂચના પણ આપી દીધી છે. આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રને શંકાસ્પદોની તપાસ માટે મેડિકલ ટીમો અને વાહનો પણ આપવામાં આવશે.

આ પણ વાંચો : જાણો આરોગ્ય કર્મીઓ માટેની આ યોજનાનો હજુ કેટલા દિવસ લઈ શકાશે લાભ

મંતવ્ય